Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કેરીના ૬ વેપારીઓને ફૂડ લાયસન્સની નોટીસ ફટકારતી મ.ન.પા. : ૪૦ સ્થળે ચેકીંગ

રાજકોટ : આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા કુલ ૪૦ આસામીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ૬ આસામીઓને ફુડના પરવાના બાબતે નોટીસ આપેલ છે. જેમાં (૧)એસએચએ ફ્રુટ, જામનગર રોડ (ર) એચએચ ફ્રૂટ, જામનગર રોડ (૩) ગોલ્ડ કેળા કોલ્ડ, જામનગર રોડ (૪) એ વન ફ્રુટ, ગોંડલ રોડ (પ) ગોલ્ડ કેળા કોલ્ડ, સાગર ડેરી પાસે રૈયાધાર રોડ (૬) રામનાથ ફ્રૂટ, આનંદ બંગલા ચોક વગેરે નોટીસો અપાયેલ. તસ્વીરમાં ચકાસણી કરી રહેલા અધિકારીઓ દર્શાય છે.

(3:08 pm IST)