Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બળાત્કારનો ભોગ બનેલા મહિલાનું મોત

સોળ દિવસ પહેલાની ઘટનામાં આરોપી વોર્ડ એટેન્ડન્ટને પકડી જેલહવાલે કરાયો હતો

રાજકોટ તા. ૧૫: સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં સોળ દિવસ પહેલા દાખલ કરાયેલા શહેરના ૫૫ વર્ષના એક મહિલા પર રાત્રીના સમયે વોર્ડબોય કમ સ્પેશિયલ એટેન્ડન્ટ યુવાન હિતેષ ઝાલાએ પીપીઇ કીટ પહેરેલી હાલતમાં આવી માથું દબાવી દેવાના બહાને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે હાલમાં જેલહવાલે છે. દરમિયાન દૂષ્કર્મનો ભોગ બનેલા મહિલાએ ગઇકાલે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

વિગત એવી છે કે ગત ૨૮મીએ પ્રોૈઢાની તબિયત ખરાબ થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનો કોવિડ રિપોર્ટ તો નેગેટિવ આવ્યો હતો. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ હોવાથી કોવિડ સેનટરમાં દાખલ કરાયા હતાં. ૨૯મીએ મોડી રાતે તેઓ પલંગ પર બેઠા હોઇ આ વોર્ડમાં ફરજ બજાવતાં એટેન્ડન્ટ યુવાન હિતેષ ઝાલાએ મોડી રાતે શું કામ જાગો છો, સુઇ જાવ તેમ કહેતાં આ મહિલાએ પોતાને ઉંઘ નથી આવતું માથું દુઃખે છે તેમ કહેતાં એટેડન્ટે વોર્ડની લાઇટ બંધ કરી ચાલો તમને માથુ દબાવી દઉ તેમ કહી માથુ દબાવી દીધા બાદ દૂષ્કર્મ ગુજાર્યુ હતું.

આ આરોપ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન ભોગ બનેલા મહિલાએ ગઇકાલે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એ.ડી. નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

(12:57 pm IST)
  • આજના દિવસનું મહત્વ દોસ્તો,ભારતીય કેલેન્ડર પ્રમાણે આજે સિદ્ધદા ગણેશ ચતુર્થી છે. ગજાનન મહારાજને વિઘ્નહર્તા દેવ માનવામાં આવે છે. મહામારીનું વિઘ્ન હરી લે તેવી આજના શુભ દિને પ્રાર્થના. access_time 4:39 pm IST

  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST

  • ટેનિસ : રફેલ નાડાલે પુરૂષ સિંગલ્સ સેમિ ફાઇનલમાં અમેરિકન રીલી ઓપેલ્કાને 6-4, 6-4થી હરાવીને ઇટાલિયન ઓપનની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. access_time 11:17 pm IST