Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પરપ્રાંતીય કર્મચારીને કોઠી કંમ્પાઉન્ડ કર્મચારી વસાહતમાં કોરોન્ટાઇન કરાતા ઉહાપોહ

રાજકોટ, તા., ૧૫: કોરોના મહામારીના  કારણે લોકોમાં ભારે દહેશતનું વાતાવરણ  ફેલાયેલું છે. કોરોનાનું નામ સાંભળતા જ લોકો દુર ભાગી રહયા છે. આ વચ્ચે ગઇકાલે રાત્રે વતનમાંથી ફરજ પર હાજર થયેલા પરપ્રાંતીય કર્મચારીને રાજકોટ રેલ્વે સ્ટેશન નજીક કોઠી કંમ્પાઉન્ડ કર્મચારી વસાહતના એક કવાર્ટરમાં કોરોન્ટાઇન કરવામાં આવતા  રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.  આ મુદ્દે રેલ્વે તંત્ર દ્વારા કોમ્યુનીટી હોલ અનેે રેલ્વેની એન્જીનીયરીંગ હોસ્ટેલના બિલ્ડીંગમાં કોરોન્ટાઇન ફેસેલીટી ઉભી કરવામાં આવી હોવા છતા ડીવીઝનલ ફાયનાન્સ મેનેજર આર્ય ક્રિમેન્દુ દ્વારા આ બંન્ને સ્થળના બદલે કર્મચારી વસાહતમાં શા માટે કવાર્ટર ફાળવવામાં આવ્યું ? ભારે વિરોધ ઉઠયા બાદ આજે આ નિર્ણય રદ કરી સંબંધીત કર્મચારીને હોસ્ટેલમાં તબદીલ કરવાનો નિર્ણય કરાયા બાદ કર્મચારી પરીવારોનો રોષ શાંત પડયો હતો.

(3:59 pm IST)