Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વિદ્યાર્થીઓનુ ભવિષ્ય નહી બગડે : મ.ન.પા.ની ૬ હાઇસ્કુલોમાં ઓનલાઇન પ્રવેશ

બહેનોને નિઃશુલ્ક પ્રવેશ : વિદ્યાર્થીઓ માટે રૂ. ૯૦ થી ૫૪૦ સુધીની જ ફી : જીન્સ - ટીશર્ટ - બુટ - મોજાનો ગણવેશ અને સ્કુલ બેગ પણ મફત અપાશે : માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરઝરિયાના માર્ગદર્શન હેઠળ પ્રવેશ કાર્ય શરૂ : વાલીઓને લાભ લેવા અપીલ

રાજકોટ તા. ૧૫ : લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી શિક્ષણ કાર્ય બંધ છે. ખાનગી શાળાઓની અસહ્ય ફી આ વખતે લોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલા મધ્યમ વર્ગના વાલીઓ ભરી શકે તેમ નથી ત્યારે મનપાના તંત્રએ ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહિ તે માટે મ.ન.પા. સંચાલિત ૬ હાઇસ્કુલોમાં ઓનલાઇન પ્રવેશ શરૂ કરી દેવાયો છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ૬ હાઈસ્કૂલ આવેલી છે. વર્તમાનમાં જયારે કોવીડ-૧૯ના કારણસર શાળાઓમાં ઙ્ગવાલી તેમજ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી શકતા નથી, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ૬ હાઈસ્કૂલમાં ઓનલાઈન ફોર્મ ભરી હાલ પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળામાંઙ્ગ સરકારના નિયમાનુસારની સામાન્ય ફી ધોરણ -૯ માં માત્ર ૯૦ રૂપીયા ,ધોરણ ૧૦ માં માત્ર ૭૫ રૂપિયા, ધોરણ ૧૧- કોમર્સમાં ૫૪૦રૂપિયા તેમજ ધોરણ ૧૨- કોમર્સમા ૫૨૦ રૂપિયા માત્ર વાર્ષિક ફી તેમાં પણ બહેનોનેઙ્ગ શાળામાં નિઃશુલ્ક(મફત) પ્રવેશ આપવામાં આવે છે.

આ શાળાઓમાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો તેમજ અદ્યતન આધુનિક સુવિધા સભરઙ્ગ વર્ગખંડો, ઓડિયો-વિડીયો રૂમ, બાયસેગનાં માધ્યમથી શિક્ષણની સુવિધા તેમજ કમ્પ્યુટર પ્રયોગશાળા, વિજ્ઞાન પ્રયોગ શાળા તેમજ વિવિધસુવિધા સાથેની શાળાઓમાં રમતગમત માટે વિશાળ મેદાન છે. સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્માર્ટ બોર્ડ સાથે વર્ગખંડો રહેલા છે.

શાળાના વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાન એક વાર શાળામાંથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે જોડી ગણવેશ (જીન્સ –ટી શર્ટ) એક જોડી બુટ ,બે જોડી મોજાં તેમજ સ્કૂલ બેગ મફત આપવામાં આવે છે. તેમજ શાળામાં પ્રતિ વર્ષ છ (૬) હાઈસ્કૂલ દ્વારાઙ્ગ વિદ્યાર્થીના સર્વાગીણ વિકાસ હેતુ સંયુકત રીતે કિવઝ કોન્ટેસ્ટ, વિજ્ઞાન –ગણિત પ્રદર્શન, રમત –ગમત સ્પર્ધા તેમજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેઙ્ગ છે. તેના માટે કોઈ પ્રકારની ઙ્ગફી લેવામાં આવતી નથી. શાળામાં કમ્પ્યુટર શિક્ષણ તદન ઙ્ગમફત આપવામાં આવે છે. તેમજ પ્રતિવર્ષ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નાનો તેમજ એક મોટો પ્રવાસ યોજવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સાવ સામાન્ય ફીમાં ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસો જોવા પ્રવાસમાં ઙ્ગજાય છે.  શાળામાં તમામ બાબતોમાં માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા તેમજ રવિન્દ્રસિંહ ચુડાસમા (આસી. મ્યુનિ.કમિશનર)નો સહયોગ તેમજ માર્ગદર્શન મળતું રહે છે, તેમજ રાજકોટ મહાનગરપાલિકા નાં તમામ પદાધિકારી તેમજ અધિકારીઓનો સુંદર સહયોગ મળતો રહે છે ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના તમામ વિદ્યાર્થીઓમાં માટે આ શાળાઓ એક માત્ર આશાનું કિરણ છે.

(4:00 pm IST)