Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કાલે શનિવારે વેબીનાર

લોકડાઉનમાં કર્મચારીઓના પગાર ચુકવવા જવાબદારી અંગે : એડવોકેટ દિપકભાઈ દવે- પંકજભાઈ દેસાઈ- કે.જી.પંડયા- એમ.એસ.શેખ ઉદ્યોગકારોને માહિતી આપશે

રાજકોટ,તા.૧૫: લોકડાઉનના સમય દરમ્યાન કર્મચારીઓને પગાર વેતન પ્રોવીડંડ ફંડ વગેરેના ચુકવણાની જવાબદારી અને રાહત અંગે ઘણી બધી દુવિધા અને મતાંતર પ્રવર્તે છે. આ સંજોગોમાં લોકડાઉનના સમય માટે કાયદાકીય રીતે કારીગરોને વેતન ચુકવવું પડે કે કેમ? અને કેટલુ વેતન ચુકવવું પડે? પ્રોવીડંડ ફંડમાં કેટલી રાહતો આપી છે? તે અંગેનો વિગતવાર વેબીનારનું આયોજન ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આવતીકાલે શનિવારે તા.૧૬ના રોજ કરવામાં આવેલ છે.

આ વેબીનારમાં અમદાવાદ ખાતેના ગુજરાત હાઈકોર્ટના નામાંકીત એડવોકેટશ્રી દિપકભાઈ દવે, રાજકોટ ખાતેના ગુજરાત હાઈકોર્ટના નામાંકીત એડવોકેટશ્રી પંકજભાઈ દેસાઈ, તેમજ શ્રી કે.જી. પંડયા- ગર્વમેન્ટ લેબર ઓફીસર, શ્રી એમ.એસ.શેખ, આસીસ્ટન્ટ કમીશ્નર પ્રોવીડંડ ફંડ કચેરી પોતાનો અમુલ્ય જ્ઞાન ઉદ્યોગકારોને આપશે.

વધુ માહિતી માટે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી ધનસુખભાઈ વોરા (મો.૯૮૨૫૨ ૧૮૨૩૬) અથવા ઉર્વશીબેન (મો.૭૯૮૪૧ ૮૧૩૧૬)નો સંપર્ક કરી શકાય છે. વેબીનારની રજીસ્ટ્રેશન ફી ન હોવાનું ગ્રેટર ચેમ્બરના પ્રમુખશ્રી ધનસુખભાઈ વોરા, ઉપપ્રમુખશ્રી રાજીવભાઈ દોશી દ્વારા જણાવાયું છે.

(3:46 pm IST)