Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉમિયા મહિલા સમિતિ દ્વારા એક માસથી સેવાયજ્ઞ

કોરોના મહામારીની સ્થિતીમાં કોઇપણ જાતનું દાન લીધા વગર  ઉમિયા મહિલા સેવા સમિતિ, ઉમિયા યુવા સમિતિ દ્વારા છેલ્લા એક માસથી ફુડ પેકેટ વિતરણ અને ભોજન વિતરણનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. આ સેવા કાર્ય માટે ઉમિયા મહિલા સમિતિના પ્રમુખ જયોતિબેન ટીલવા, ઉમિયા યુવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રમુખ ધર્મેન્દ્ર ઉકાણી, સમિતિના શહેર પ્રમુખ અને યુવા ભાજપ મંત્રી એડવોકેટ કિશન ટીલવા, આનંદ અમૃતિયા, યોગેશ ભુવા, વિકાસ વાછાણી, પાર્થ કોરીંગા, જય કુમાર, કનક મેંદપરા, અતુલ દેત્રોજા, પિનલ ટીલવા, કમલેશ કાલાવડીયા, વિશાલ બોડા, ફન્ડાનીસ પાડલીયા, કેવલ ખીરસરીયા, સંદીપ કાલરીયા, ડેનીસ હદવાણી, ધ્રુવ કાલરીયા, વૈભવ ભુવા, ગોકુલ વાછાણી વગેરે સેવા આપી રહ્યા છે. સમગ્ર રસોઇ પહેલા વ્હાઇટ હેવન ફલેટ, સનસાઇન કોલેજ સામે, નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે તૈયાર કરવામાં આવતી. હાલ પેરેડાઇઝ હોલ, કોસ્મોપ્લેક્ષ સીનીમા આગળ, કાલાવાડ રોડ ખાતે તૈયાર થઇ રહી છે. માત્ર માનવો જ નહીં પશુ, પક્ષીઓનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. બીસ્કીટ, ચણ, ઘાસચારો સહીતની વસ્તુઓ તેમજ માછલાને ગાંઠીયા, રોટલી જેવી વસ્તુઓ વિતરીત થઇ રહી છે. ટીમવર્કને ઠેરઠેરથી શાબાસી મળી રહી છે.

(3:45 pm IST)