Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મોદી સ્કુલ દ્વારા ફીના ઉધરાણા બંધ કરાવો પ્રથમ સત્રની ફી માફી આપોઃ વિદ્યાર્થી સેના

રાજકોટ :.. શિવસેના પ્રેરીત ભારતીય વિદ્યાર્થી સેના દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારી રમેશભાઇ ઉપાધ્યાયને આવેદન પત્ર પાઠવતા જીમ્મી અડવાણી નજરે પડે છે.

રાજકોટ તા. ૧પ :.. લોકડાઉન દરમિયાન મોદી સ્કુલના સંચાલકો દ્વારા ફીના ઉઘરાણા થતા આજ શિવસેના પ્રેરીત ભારતીય વિદ્યાર્થી સેના દ્વારા આવેદન પાઠવાયું છે.

શિવસેનાના જીમ્મી અડવાણીના નેતૃત્વમાં આજ ડીઇઓ રમેશભાઇ ઉપાધ્યાયને રજૂઆત કરી આવેદન પત્ર પાઠવાયુ હતું. જેમાં જણાવ્યું છે કે કોરોના મહામારીની કપરી સ્થિતિમાં મોદી સ્કુલ સહિત અમુક શાળા સંચાલકો દ્વારા વાલીઓએ ફી ભરી જવા મેસેજ કરે છે. આ ફી ના ઉઘરાણાનો વિરોધ કરે છે. લોકડાઉનના કારણે અનેક પરિવારના બજેટ ખોરવાયા છે. પ્રથમ સત્રની ફી માફ કરવા માંગ કરી છે.

(3:43 pm IST)