Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

થ્રી-ફોર સ્ટાર હોટલમાં કવોરોન્ટાઇન.. રોજના રૂ. ૧૮૦૦થી ૨૫૦૦

બહારથી આવતા પ્રવાસીઓ માટે રાજકોટની ત્રણ હોટેલ્સમાં સુવિધા : એવરસાઇન, એવરગ્રાન્ડ, એવરલેન્ડ હોટેલ્સની પહેલઃ કવોરન્ટાઇન થયેલાને ઉત્તમ સુવિધા આપવા તત્પરઃ નિલેશ દોશી

રાજકોટઃ તા.૧૫, લોકડાઉનમાં બહારગામથી આવતા લોકોને હોમકવોરન્ટાઇન કરવામાં આવે છે. ત્યારે બહારથી આવતા પ્રવાસીઓ માટે રાજકોટની ત્રણ હોટેલ્સ દ્વારા રાહતદરના ભાડા સાથે વિશેષ સુવિધા આપવામાં આવશે.

શહેરની નામાંકીત એવરસાઇન, એવરલેન્ડ અને એવરગ્રાન્ડના   સંચાલકો શ્રી નીલેશભાઇ દોશી અને શ્રી નિલયભાઇ દોશીએ જણાવેલ કે કવોરોન્ટાઇન થનાર લોકો માટે હોટલમાં રહેવા માટે વિશેષ સુવિધા સાથે કસ્ટમરને પર વડે તેવા વ્યાજબી ભાવે રૂમ ભાડે આપવામાં આવે છે. જેમાં હોટલ એવરસાઇન (લીમડા ચોક)ખાતે સીંગલ બેડના રૂ.૧૮૦૦ અને ડબલ બેડ રૂમના રૂ.૨૫૦૦ (૨) હોટેેલ એવરગ્રાન્ડ (લીમડા ચોક) સીંગલ બેડ રૂ.૨૨૦૦, ડબલ બેડ રૂ. ૨૭૦૦ (૩) હોટલ એવરગ્રાન્ડ (ઇગલ ટ્રાવેલ્સની બાજુમાં) સીંગલ બેડના રૂ. ૨૨૦૦, ડબલ બેડના રૂ.૨૭૦૦નું એક દિવસનું ભાડુ રાખવામાં આવેલ છે.આ ત્રણેય હોટલમાં કુલ ૧૬૦ રૂમો છે.

જેમા સવારે બ્રેકફાસ્ટ, લંચ, ડીનરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાઇફાઇ, એ.સી., ગરમ પાણી સહિતની સુવિધા મળશે. થ્રી-ફોર સ્ટાર જેવી સુવિધા આપવામાં આવશે.

હાલમાં ચાલી રહેલ લોકડાઉનના પગલે રાહત દરે સુવિધાઓ ચાલુ હોવાનું આ ત્રણેય હોટલ્સના સંચાલકો શ્રી નિલેશભાઇ દોશી અને નિલયભાઇ દોશીએ જણાવ્યુ હતુુ.

આ અંગે વધુ માહિતી માટે હોટેલ એવરસાઇન, મો.૯૭૨૪૫ ૦૦૪૫૬, ફોન નં.૦૨૮૧-૨૪૮૧૬૮૧, એવરગ્રાન્ડ હોટલ મો. ૯૦૩૩૯ ૮૮૮૮૬, ફોન નં. ૦૨૮૧-૨૪૮૨૫૦૦, એવરલેન્ડ હોટેલ ફોન. ૦૨૮૧-૨૪૮૦૦૬૦ ઉપર સંપર્ક કરી શકાય છે. 

(3:40 pm IST)