Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વોર્ડ નં. ૭ના ભીલવાસમાં ગંદુ-જીવડાવાળુ પાણી વિતરણ થતા ગૃહીણીનું ટોળુ કોર્પોરેશને દોડયું

રાજકોટ, તા. શહેરમાં વોર્ડ નં. ૭ના ભીલવાસ શેરી નં. ૭માં છેલ્લા અઠવાડીયાથી ગંદુ અને જીવાતવાળુ પાણી આવી રહ્યું છે. આ બાબતે કોર્પોરેટરો ઇજનેરોને રજુઆતો કરવા છતાં જાહેર આરોગ્ય ખતરામાં મુકતી આ સમસ્યા દૂર નહીં થતા આજે સવારે આ વિસ્તારની મહિલાઓ ગંદા પાણીની બોટલો સાથે પૂર્વ કોર્પોરેટર જયાબેન રાઠોડની આગેવાની તળે. મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ દોડી ગયેલ અને સીટી ઇજનેર શ્રી કાર્યાલયને ઉગ્ર રજુઆતો કરી હતી. તસ્વીરમાં રજુઆત કરવા દોડી ગયેલ ગૃહીણીઓ નજરે પડે છે.

(2:59 pm IST)