Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મેયરના વોર્ડમાં કોંગી કોર્પોરેટરના પ્રયત્નોથી પાણી કાપ ઉઠાવ્યો

વોર્ડ નં. ૧૦ (પાર્ટ)ને આજે મનસુખભાઇ કાલરીયાનાં પ્રયત્નોથી પાણી વિતરણ

રાજકોટ,તા.૧૫: શહેરના વોર્ડ નં. ૧૦ના વિવિધ વિસ્તારમાંથી પાણી કાપ કોંગી કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરીયાના પ્રયત્નોથી ઉઠાવવામાં આવ્યો છે.

આ અંગે મનસુખભાઇએ જણાવ્યું હતું કે,ટાંકાઓની સફાઇ અને મેઇન્ટેનન્શના બહાને શહેરમાં મનપા તંત્ર દ્વારા છાશવારે પાણીકાપ મુકવામાં આવે છે જેથી ઉનાળાની સીઝનના કારણે ગૃહીણીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વોર્ડનં ૧૦ના ઘણા વિસ્તારોમાં ધીમા દબાણ, ઓછો સમય, દુષિત પાણી જેવા પ્રશ્નોથી નો કાયમી ઉકેલ આવતો નથી, ત્યારે ઉપરથી પાણી કાપ જાહેર કરવામાં આવતા 'પડ્યા ઉપર પાટુ'જેવી સ્થિતિ થાય છે.આ અંગે ગત મોડી રાત સુધી મનપાના ઇજનેરોને રજુઆત કરી વાસ્તવિક સ્થિતિ સમજાવતા વોર્ડ નં.૧૦ (પાર્ટ)ને આજના પાણી કાપ માંથી બાકાત રાખવામાં આવેલ છે અને સવારથી સમયસર પાણી વિતરણ શરુ થઈ ગયેલ છે.

(2:59 pm IST)