Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કાલે રીઅલ એસ્ટેટ એજન્ટ એસો. દ્વારા વેબીનાર

ટુગેધર ટુવર્ડસ ટુમોરો વિશે પરાક્રમસિંહ જાડેજા, સ્મિત કનેરીયા, પરેશ ગજેરા સહિતના માર્ગદર્શન આપશે

રાજકોટ તા.૧૫: આવતીકાલે રીયલ એસ્ટેટ એજન્ટ એસોશીએશન ઓફ રાજકોટ દ્વારા ટુ ગેધર ટુ વર્ડસ ટુમોરો  વિશે વેબીનારનું   આયોજન કર્યુ છે.

 શહેરના જાણીતા ઉદ્યોગપતી પરાક્રમસિંહ જાડેજા, બિલ્ડર સ્મિતભાઈ કનેરિયા, ક્રેડાઈ આર.બી.એ. ના પ્રેસિડેન્ટ પરેશભાઈ ગજેરા, ક્રિસ્ટલ ગ્રુપના બાકિર ભાઈ ગાંધી, સી.એ. હિરેનભાઈ ઠક્કર લૉકડાઉન દરમ્યાન અને પછી ના મુદ્દાઓની  જીણવટપૂર્વક ચર્ચાઓ કરશે. બહોળી સંખ્યામાં બ્રોકરો - બિલ્ડરો - ઇન્વેસ્ટર - વિગેરે ભાગ લેશે. કાર્યક્રમ ને દેશ વિદેશમાં  લાઈવ નિહાળી શકાશે.હાલ જયારે દેશમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે, ત્યારે સમાજમાં એક સકારાત્મક વિચાર ફેલાય તે હેતુથી રીઅલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા માત્ર રીઅલ એસ્ટેટના બ્રોકરો કે બિલ્ડરો ને નહીં, પરંતુ સમાજના અન્ય ઉદ્યોગ અને વેપારી વર્ગને પણ માહિતી અને જાણકારી મળે તે હેતુથી આ વેબિનારનું આયોજન કરાયેલ છે.

 આ વેબિનારમાં 'ધમણ' નામથી સ્વદેશી વેન્ટિલેટર બનાવનાર જયોતિ  સી.એન.સી.ના પરાક્રમસિંહ જાડેજા, ક્રેડાઇ આર.બી. એ.ના પૂર્વ ચેરમેન અને કલાસિક ગ્રુપવાળા  સ્મિતભાઈ કનેરિયા, પ્રેસિડેન્ટ ક્રેડાઇ આર.બી.એ. અને શિવમ ડેવલપર્સના પરેશભાઈ ગજેરા, ક્રિસ્ટલ ગ્રુપના બાકિરભાઈ ગાંધી, એચ.ટી. એ. એન્ડ ઍસોસિયેટના સી. એ.  હિરેનભાઈ ઠક્કર મુખ્ય વકતા તરીકે હાજર રહી  વર્તમાન સમય અને ભવિષ્યના ઊજળા સંજોગોની ચર્ચા વિમર્શ કરશે.

વેબિનારમાં રીયલ એસ્ટેટમાં રોકાણને લગતા પ્રશ્નો,આવા કપરા સંજોગોમાં પણ સકારાત્મક અભિગમ દ્વારા સફળતા કેમ મેળવી શકાય?, સરકાર દ્વારા હોમ લોનના વ્યાજ દર અને અન્ય ફાયનાન્સીઅલ રાહત વિશેની સમજ, મેકિંગ ઇન્ડિયાના સ્વપ્નને વધુ સાકાર કેમ બનાવી શકાય? જેવા વિવિધ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. વેબિનારમાં  REAAR ના સભ્યો, રાજકોટ તથા સૌરાષ્ટ્રના બિલ્ડર્સ, આર્કિટેકટ, વકીલ મિત્રો, ઇન્વેસ્ટર, વેપારી ભાઈઓ, ઉદ્યોગપતિ, વિગેરે  ભાગ લેશે. ૧ હજારથી વધુ વ્યકિતઓ આનો લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ દેશ વિદેશમાં રહેતા લોકો પણ લાઈવ જોઈ શકે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.  વેબિનારને સફળ કાર્યક્રમ બનાવવા માટે REAAR ટીમ માંથી પ્રમુખ નિલેશ ગઢવી, સેક્રેટરી અતુલ રાચ્છ, પ્રેસિડેન્ટ ઇલેકટ્ જીજ્ઞેશ પુંજાણી, પાસ્ટ પ્રેસિડેન્ટ દીપક ઉનડકટ, વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ સુરાણી, મીડિયા - પ્રેસ ના બોર્ડ મેમ્બર જયભારત ધામેચા અને અન્ય દરેક બોર્ડ મેમ્બર દ્વારા મહેનતથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.

(2:57 pm IST)