Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

આત્મનિર્ભર સહાય યોજનાથી ગુજરાતનું અર્થતંત્ર દોડતુ થઇ જશે : ભંડેરી - ભારદ્વાજ

વિજયભાઇના સફળ પ્રયાસો ગુજરાતને અગ્રીમ હરોળમાં મુકશે : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૫ : ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજે એક સંયુકત યાદીમાં જણાવેલ છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાથી રાજયના ધંધા રોજગાર પુનઃ ધબકતા થશે. દેશના વિકાસમાં ગુજરાત ગ્રોથ એન્જીન પુરવાર થશે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે આ સહાય યોજનાથી રાજયના ૧૦ લાખથી વધુ નાના ધંધા રોજગાર  વ્યવસાયકારો જેમ કે ધોબી, વાળંદ, ઇલેકટ્રીશીયન, કરીયાણાના વેપારી વગેરે આત્મનિર્ભર બનવા રૂ.૧ લાખ સુધીની લોન માત્ર ર ટકાના વ્યાજે રાજયની કો-ઓપ. બેન્કો, જિલ્લા સહકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ મારફત મેળવી શકરશે. લાભાર્થીએ એક માત્ર અરજી કરવાની રહેશે. વળી લોન મેળવ્યાના પ્રથમ છ માસ એટલે કે મોરોટોરીયમ પીરીયડ દરમિયાન કોઇ હપ્તો કે વ્યાજ ભરવાનું રહેશે નહી. તેવી જોગવાઇ આ યોજનામાં છે.

કમલેશ મિરાણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલ આત્મનિર્ભર સહાય યોજનાને આવકારતા જણાવેલ છે કે આ યોજનાથી રાજયના અર્થતંત્રને વેગ મળશે. બે માસથી લોકડાઉનમાં મુંજવણ અનુભવતા નાના ધંધાર્થીઓ ઝડપથી મુળ સ્થિતી પ્રાપ્ત કરી શકશે. ગુજરાત ફરી અગ્રીમ હરોળમાં આવી જશે.

(2:57 pm IST)