Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉનમાં લોકો ઘરમાં રહીને મનોરંજન માણી શકે તે માટે આકાશવાણીનાં રેડિયો નાટક યુ-ટયુબ ઉપર

રાજકોટ તા.૧પ : સમગ્ર રાષ્ટ્ર કોરોના સામે લડી રહ્યું છે અને લોકો લોકડાઉનમાં ઘરમાં જ રહીને આ મહામારીને મહાત કરવા દેશને મદદ કરી રહ્યા છે. ત્યારે લોકોના મનોરંજન અને માહિતી માટે આકાશવાણી સતત પ્રસારણ કરી રહ્યું છે. પ્રસાર ભારતીના સી.ઇ.ઓ.શશી વેમ્પતીના પ્રયત્નોથી આકાશવાણી પર નિર્માણ કરેલા નાટકો અને લોક સંગીતના કાર્યક્રમો થ્ફગતગખભ મુકી શકાય તે માટે પ્રોસાહિત કરીને યોગ્ય માર્ગદર્શન આપીને જરૂરી સહાય કરીને આ કાર્ય શરૂ કરાવ્યું છે. આ યોજના અંતર્ગત આકશવાણી રાજકોટ અને અમદાવાદ-વડોદરા દ્વારા રેડીયો નાટકો શ્રોતાઓ માટે YouTube પર મુકવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આકાશવાણી રાજકોટ દ્વારા મનુભાઇ પંચોળી 'દર્શક'ની નવલકથા 'દીપ નિર્વાણ', શ્રી ર.વ.દેસાઇની નવલકથા 'ભારેલો અગ્નિ' અને સૌરાષ્ટ્રના સંત સત દેવીદાસ પરની રેડિયો નાટય શ્રેણી અને બીજા અન્ય નાટકો મળીને પચાસથી વધુ રેડિયો નાટકો અને આકાશવાણી અમદાવાદ-વડોદરા દ્વારા વીસથી વધુ નાટકો મળીને પચાસથી વધુ રેડિયો નાટકો અને આકાશવાણી અમદાવાદ-વડોદરા દ્વારા વીસથી વધુ નાટકો YouTube પર અપ લોક કરી દીધા છે. આકાશવાણી રાજકોટ દ્વારા તાજેતરમાં અવસાન પામેલા સાહિત્યકાર કુન્દનિકા કાપડીયાને આપેલી અંજલિનો વિડીયો ખૂબ જ જોવાયો છે. અત્યારે કોરોના વિષે જે સંદેશાઓનું પ્રસારણ કરાય છે તેની પણ વિડીયોYouTubeચેનલYou Tube  પર મુકવામાં આવે છે. આકાશવાણી રાજકોટની અને  You Tube ચેનલ  All india  Radlo Rajkot અને આકાશવાણી અમદાવાદ વડોદરાની Akashvahi Ahmadad Radio Rakot સૌ માટેઉપલબ્ધ છે.

આગામી દિવસોમાં આકાશવાણી રાજકોટ દ્વારા નાટકો ઉપરાંત લોક સંગીતનો અમુલ્ય ખજાનો વારસો લોકો સમક્ષYou Tube ચેનલ દ્વારા ઉપલબ્ધ કરાવશે જેમાં કવિ દુલા ભાયા કાગ, હેમુ ગઢવી, લાખાભાઇ ગઢવી, યશવંત ભટ્ટ, મુગટલાલ જોષી, દિવાળીબેન ભીલ અને બીજા સુખ્યાત કલાકારોનો સમાવેશ કરવામાં આવશે.  આ રીતે વર્તમાન સમયમાં લોકોને સંગીત અને નાટક દ્વારા મનોરંજન પુરૃં પાડી શકાશે અને આપણા એ વારસાથી અવગત પણ કરી શકાશે.

તો, સૌને નમ્ર વિનંતી છે કે આકાશવાણી રાજકોટ અને અમદાવાદ-વડોદરાની You Tube ચેનલ  સબસ્કાઇબ  કરે અને ગમતાં કાર્યક્રમોનો આનંદ લઇ શકે તેમ વસંત જોષી, સહાયક નિર્દેશક આકાશવાણીઃ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(2:56 pm IST)