Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વોર્ડ નં. ૩ નાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

થેલેસેમીયાના દર્દીનાં લાભાર્થે મેલડી માતાજી એજયુ. એન્ડ ચેરિ. ટ્રસ્ટ અને વિસ્તારનાં આગેવાનોના સહયોગથી આયોજન

રાજકોટ તા. ૧પ :.. વોર્ડ નં. ૩ નાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા થેલેસેમિયાના  દર્દીઓનો લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ મેલડી માતાજી એજયુ. એન્ડ  ચેરિ. ટ્રસ્ટનાં સહયોગથી અને વિસ્તારના આગેવાનોનાં સહકારથી યોજાયો હતો.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોવિડ-૧૯ના પ્રકોપ વચ્ચે લોકો જીવી રહ્યાં છે. સતત લોકડાઉનના પગલે લોકોના કામ ધંધા બંધ છે. ત્યારે સતત પ૦ દિવસના લોકડાઉનમાં વોર્ડ નં.૩ના જાગૃત કોર્પો. ગાયત્રીબા વાઘેલા દ્વારા વોર્ડના પછાત વિસ્તારોમાં લોકોને ભોજનની વ્યવસ્થા, જુદા જુદા એન.સી.ઓ.ના સહકારથી કાચા અનાજની કીટનું વિતરણ વિસ્તારના બાળકોને ફુટ-ચોકલેટ-વેફર્સ બુંદી-ગાંઠીયા, સહિતનું વિતરણ સ્વાસ્થ્ય વર્ધક આર્યુવેદિક ઉકાળાનું વિતરણ ઓમ સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઇ આસવાણીના સહયોગથી શાકભાજીનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃતિઓ સતત ધમધમે છે અને સતત લોકો વચ્ચે રહી યથા શકિત વિસ્તારના લોકોને મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે શહેરના થેલેસેમિયા પીડીત બાળકો અને દર્દીઓના લાભાર્થે વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં પાર્થ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટસરકારી સીવિલ હોસ્પિટલ દ્વારા આ બ્લડ થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે ઉપયોગમાં લઇ જરૂરીયાતમંદ લોકો જેઓની આર્થિક સ્થિતિ ખરાબ છે તેવા લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કેમ્પના આયોજનમાં શ્રી મેલડી માતાજી એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકસિંહ વાઘેલા અને કોર્પોરેટરશ્રી ગાયત્રીબા વાઘેલા, કોર્પો.શ્રી દિલીપભાઇ આસવાણીની આગેવાનીમાં કેમ્પને સફળ બનાવવા માટે વિસ્તારની યુવા ટીમના સભ્યો સહદેવસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ જાડેજા, વોર્ડના પૂર્વ પ્રમુખ ગૌરવભાઇ પુજારા તથા લાલુભા જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, મનહરસિંહ ચુડાસમા, દિપકભાઇ સાગર, જયપાલસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, મનથન વોરા, કરણભાઇ કુંગસીયા, મહિલા મંડળ હિનાબા ગોહીલ, વિલાસબા સોઢા, વિજયાબા જાડેજા, દિલહરબા સરવૈયા, ગીતાબા જાડેજા, નયનાબા, સિદ્ધરાજસિંહ જાડેજા,  દિવ્યરાજસિંહ વાઘેલા, અમરદીપસિંહ જાડેજા સીંધી સમાજના આગેવાન અજુભાઇ સહિતના જહેમત ઉઠાવી હતી.

(2:54 pm IST)