Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રવીવારથી BPL અંત્યોદય કાર્ડ હોલ્ડરોને 'મફત' અનાજ વિતરણ...

રાશનીંગ દુકાનો ઉપર રાજકોટ શહેર-જીલ્લાની ૭૦૦ માંથી ૪રપ દુકાનો ઉપર માલ પહોંચી ગયોઃ ૧૬ મી સુધીમાં બધુ આવરી લેવાશે : શહેર અને તાલુકાઓના ગોડાઉનોમાં પુરતો જથ્થોઃ ડોર સ્ટેપ ડિલીવરી ચાલુઃ દુકાનોમાં જગ્યા નહિ હોય તો કહેશે ત્યારે પુરવઠો ઉતારાશે : કેન્દ્ર-રાજયનો જથ્થો આ વખતે એકી સાથે વિતરણ હોય કાર્ડ હોલ્ડર ઘરે કેમ પહોંચશે, પેચીદો પ્રશ્ન : રર૭૪૧ અંત્યોદય કાર્ડ હોલ્ડરોને રપ કિલો ઘઉં ઉપરાંત કેન્દ્રના : વ્યકિત દિઠ ૩ાા કિલો ઘઉં-૧ાા કિલો ચોખા તથા ખાંડ -મીઠુ અપાશેઃ જયારે NFSA અને નોન NFSA BPLકાર્ડ ધારકોને રાજય-કેન્દ્રના થઇને વ્યકિત દિઠ-૭ કિલો ઘઉં-૩ કિલો ચોખા-ચણા-ખાંડ-મીઠુ અપાશેઃ DSO પુજા બાવડાની 'અકિલા' સાથે વાતચીત : રાજકોટ શહેર-જીલ્લામાં કુલ૧રાા લાખ લોકોને સતત ત્રીજી વખત પુરવઠો મળશે

રાજકોટ તા. ૧પ :.. આગામી રવીવાર તા. ૧૭ થી રાજકોટ શહેર-જીલ્લાના  અંત્યોદના રર૭૪૧ કાર્ડ હોલ્ડરો અને બીપીએલના ર લાખ ૬૬૩૦૮ કાર્ડ હોલ્ડરો મળી કુલ ર લાખ ૯૦ હજાર કાર્ડ હોલ્ડરોને સતત ત્રીજી વખત રાજકોટ શહેર-જીલ્લાની સસ્તા અનાજની ૭૦૦ જેટલી દુકાનો ઉપરથી ઘઉં-ચોખા-ચણા-ખાંડ, મીઠુનું વિતરણ થશે તેમ ડીએસઓ શ્રી પુજા બાવડાએ આજે ''અકિલા'' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઇ છે, રાજકોટની રરપ સહિત જીલ્લાની કુલ ૭૦૦ દુકાનોમાંથી ગઇકાલ રાત સુધીમાં ૬૦ ટકા દુકાનો ઉપર ડોર સ્ટેપ ડિલીવરી દ્વારા તમામ પુરવઠો પહોંચી ગયો છે, શહેર અને તાલુકાના તમામ ગોડાઉનોમાં પુરતો સ્ટોક હોવાનું અને૧૬મી સુધીમાં તમામ દુકાનોઉપર જથ્થો પહોંચી જશે.

શ્રી પૂજા બાવડાએ ઉમેર્યુ હતું કે, જે દુકાનોમાં આ નવો માલ ઉતારવાની જગ્યા નહિ હોય ત્યાં દુકાનદાર કહેશે કે તુરત જ પુરવઠો ઉતારી દેવાશે, દુકાનો ઉપરથી ૧૭ મીએ રાબેતા મુજબ અને સમયસર બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને પુરવઠાનું વિતરણ થાય તે માટે અમારા ઇન્સ્પેકટરો ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, તથા અન્ય સ્ટાફની ટીમો દેખરેખ રાખી રહી છે.

ડીએસઓ શ્રી પૂજા બાવડાએ જણાવેલ કે અત્યોંદય કાર્ડ હોલ્ડરો રર૭૪૧ ના ૮૮૯૮પ લોકો અનેસ બીપીએલમાં ર લાખ ૬૬ હજારથી વધુ કાર્ડ હોલ્ડરોની કુલ ૧૧ લાખ ૬૯ હજારથી વધુ જનસંખ્યાને આ જણસીનો લાભ મળશે.

પુરવઠાના રર૭૪૧ અત્યોંદય કાર્ડ હોલ્ડરોને રેગ્યુલર વિતરણના રપ કિલો ઘઉં-૧૦ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠુ ઉપરાંત, કેન્દ્રનો જથ્થો વ્યકિત દીઠ ૩ાા કિલો ઘઉં, ૧ાા કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો ચણા મળશે.

જયારે બીપીએલના એનએફએસએ (પીએચએચ) તથા નોન એનએફએસએ કાર્ડ ધારક કુટુંબોને રેગ્યુલર વિતરણના વ્યકિત દીઠ ૩ાા કિલો ઘઉં, ૧ાા કિલો ચોખા, કાર્ડ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠુ મળશે તે ઉપરાંત કેન્દ્રના જથ્થામાં વ્યકિત દીઠ ૩ાા કિલો ઘઉં, ૧ાા કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો ચણા અપાશે, કેન્દ્ર રાજય બંનેનો જથ્થો આ વખતે એક સાથે આપવાનો હોય આ વસ્તુ લેવા આવનાર કાર્ડ હોલ્ડર પણ આટલો જથ્થો ઉપાડી થાકી જશે, અથવા તો ઘરે કેમ લઇ જશે તે પણ પેચીદો પ્રશ્ન બન્યો છે. (પ-પ)

 અંત્યોદય કાર્ડ ધારક કુટુંબો (AAY) : NFSA (PHH) તથા Non NFSA BPL કાર્ડ ધારક કુંટુબો

(11:35 am IST)