Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં કોર્પોરેશનની આવાસ યોજનામાં કામનો લતાવાસીઓ દ્વારા વિરોધઃ કામ અટકાવ્યું

રાજકોટઃ. શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામલ કુંજ સોસાયટી પાસે મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બાંધકામ શરૂ થયુ છે. આ બાંધકામ માટે કોન્ટ્રાકટરે જે ખોદકામ કર્યુ હતું તેની માટીની ભરતી બાજુની સોસાયટી પાસે નાખવામાં આવતા સોસાયટીના રહેવાસીઓએ આ બાબતે જબરો વિરોધ દર્શાવી અને કામ બંધ કરાવ્યું હતું તે વખતની તસ્વીરો. દરમિયાન કોન્ટ્રાકટરે સોસાયટીને કોઇ પણ નુકશાન થશે તો તે ભરપાઇ કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

(3:57 pm IST)
  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • માતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST