Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

બજરંગવાડી પુનિતનગરમાં નગ્મા હાલાનો ગળાફાંસો ખાઇ આપઘાત

સાસરિયા શંકા કરતાં હોવાનો મૃતકના પિતા આમદભાઇનો આક્ષેપ

રાજકોટ તા. ૧૫: બજરંગવાડી પુનિતનગર-૨ શેરી નં. ૮માં રહેતી નગ્માબેન સમીર હાલા (ઉ.૨૫) નામની મુસ્લિમ પરિણીતાએ મોડી રાત્રે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

રાત્રીના સાડા ત્રણ પછી પતિ સમીર હાલાની ઉંઘ ઉડતાં પત્નિ પથારીમાં જોવા ન મળતાં તપાસ કરતાં તેણી લટકતી જોવા મળતાં દેકારો મચાવતાં ઘરના બીજા સભ્યો ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ના ઇએમટી વિજયભાઇ ગઢવીએ નગ્માબેનને મૃત જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ ઉપેન્દ્રસિંહ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

એએસઆઇ જયસુખભાઇ આહિરે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નગ્માબેનની શાદી પાંચ વર્ષ પહેલા થઇ હતી. પતિ સમીર કોમોડીટી એજન્સીમાં નોકરી કરે છે. સંતાનમાં ચાર વર્ષની એક પુત્રી છે. તેણીના માવતર જંગલેશ્વરમાં રહે છે. પિતાનું નામ આમદભાઇ ખાનભાઇ બાંભણીયા છે. નગ્માબેન ચાર બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતી. પિતા આમદભાઇએ આક્ષેપ કર્યો હતો કે દિકરી પર સાસરિયામાં ખોટી શંકા થતી હોઇ તેણી ચિંતામાં રહેતી હતી. કદાચ આ કારણોસર તેણે આ પગલું ભર્યુ હોય તેમ સમજાય છે.

પતિએ આપઘાત પાછળ શું કારણ હોઇ શકે? તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું.  પોલીસે આગળની તપાસ યથાવત રાખી છે.

(3:25 pm IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST