Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હજારો વર્ષ જૂના કાશીને મોદીજીએ સુવિધાઓ સાથે સુંદર બનાવ્યુ

કાશી - વારાણસીમાં પ્રચાર - પ્રસાર કાર્યમાં જોડાતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : છેલ્લા ૩૦ વર્ષોથી સતત સક્રિયતા સાથે કાર્યરત તેમજ ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના મીડિયા સંયોજક અને વિભાગીય પ્રવકતા તરીકે ૧૯૯૭થી જવાબદારી નિભાવી રહેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ યુપીની કાશી-વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય મતવિસ્તારમાં કાશીમાં થયેલ વિકાસ કાર્યોનાં પ્રચાર-પ્રસાર અર્થે નિષ્ઠા સાથે કાર્યરત છે. કાશી-બનારસમાં રાજુભાઈ ધ્રુવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા અન્ય સંસ્થાઓના ઉપક્રમે કાશી ખાતે યોજાયેલ પ્રબુદ્ઘ નાગરિક સંમેલન કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહી સૌ કોઈને વધુમાં વધુ મતદાન થાય તે માટે ઉપયોગી સૂચનો સાથે અપીલ કરી હતી. કાશી-બનારસનાં ઘાટ પર ગંગા આરતી વેળાએ પણ સમગ્ર દેશમાંથી આવતા યાત્રાળુઓમાં શ્રી મોદીજીની લોકપ્રિયતા અનુભવી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિક્રમજનક સરસાઈ સાથે વારાણસી બેઠક પરથી જીત મેળવશે તેવો લોકમિજાજ અનુભવ્યો હતો.

વર્ષ ૨૦૦૨માં ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય કારકિર્દીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા ત્યારે પણ રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં પ્રચાર પ્રસારમાં મીડિયા સેલના કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવેલ હતી. વર્ષ ૨૦૧૪માં જયારે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પણ અનેક કાર્યકર્તાઓની સાથે રાજુભાઈ ધ્રુવ કાશી-વારાણસી જઇ પ્રચાર પ્રસાર કાર્યમાં જોડાયા હતા અને શ્રી  મોદી વિક્રમજનક સરસાઈ સાથે જીત મેળવે એ માટે પ્રચાર-પ્રસાર કાર્યમાં યથાશકિત કામ કર્યું હતું અને હવે ૨૦૧૯માં પણ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય મતવિસ્તાર કાશી-વારાણસી જઈ તેમનાં વિકાસ કાર્યોનો પ્રચાર-પ્રસાર કાર્યમાં લાગી ગયા છે. રાજુભાઈ ધ્રુવ પક્ષનાં કાર્યકર અને સંઘનાં સ્વયંસેવક તરીકે વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિકાસ કાર્યોનાં પ્રચાર-પ્રસારમાં અદના કાર્યકર્તા તરીકે મહત્વની કામગીરી કરી રહ્યાં હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.(૩૭.૮)

 

(11:26 am IST)