Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મેન્ટર શિકાયતોની સરવાણી

વાણી ઈશ્વરની સોગાદ છે આપણે આપવો જ રહ્યો એનો ઉજળો હિસાબ એક-બીજા સાથે સંવાદ રચવા માટે શબ્દો જ આપણાં સાથી સંગાથી છે. પરંતુ ઈશ્વરની આ અજોડ સોગાદ ની સાથે સાથે ઈશ્વરે માનવીને પ્રાકૃતિક સ્વભાવની પણ સોગાદ આપી છે અને આ સ્વભાવની એક ખાસિયત એટલે શિકાયતોની સરવાણી.

એક માણસે આકાશ સામે જોઈને કહ્યું હે! ભગવાન મારી સાથે વાત કર એજ સમયે એક બુલબુલ સુંદર મજાનું ગીત છેડ્યું. પણ પેલા માણસનું એ તરફ ધ્યાન ન ગયું. પછી એ માણસે ફરી કહ્યું મારી સાથે બોલ તો ખરો! એજ સમયે આકાશમાં છવાયેલા વાદળોમાં વીજળી થઈ અને લાંબી ગડગડાટી ચાલી પણ પેલા ખોવાયેલ માણસને એ ખ્યાલ પણ ન આવ્યો એને ભગવાન પોતાને અવગણે છે. એવું પ્રતિત થયું એને ફરી ભગવાનને કહ્યું ભગવાન મારે તારા દર્શન કરવા છે તું મને દર્શન આપ ને? એજ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઉઠ્યો પરંતુ પેલા માણસની દ્રષ્ટિએ ના પકડી શકી.

હવે એને રડવું આવ્યું એ બોલ્યો કે હે પ્રભુ મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના શા માટે કરે છે? આ જે તો તું મને કંઈક ચમત્કાર કરી બતાવ એજ સમયે તેમની પત્નીએ એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો પરંતુ આ માણસને સમજાયું નહીં.

હવે તે ભગવાન પર ગુસ્સે થયો અને કહ્યું કે મને ખાતરી કરાવ કે તું છે જ તું મને સ્પર્શી ને ખાતરી કરાવ તો જ હું માનીશ કે તું છે. તો ભગવાન ખુદ નીચે આવ્યા તેમણે અતિ સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને પેલા માણસને હળવેથી સ્પર્શ્યા. પેલા માણસે હાથ પર બેઠેલા રંગીન પંતગિયા ને ઉડાડી મૂકયું. અને નિસાસો નાખ્યો કે ભગવાન કયાંય છે જ નહીં.

આમ, માનવી એવું જ ઈચ્છે છે કે તેમણે બધુ જ ઇચ્છિત પ્રાપ્ત થાય અને એ પણ પોતાના અપેક્ષિત સ્વરૂપે જ આવી આશામાં જે પ્રાપ્ય છે તેમાં સંતોષ ન અનુભવતા પ્રાપ્ય વસ્તુ ના આશીર્વાદ અને છંટકારોની પ્રતિતા ગુમાવી દેતા હઇશું.

મોહ અને માયા ના ચક્રવાતે માનવીને એવો તો ભરડામાં લીધો છે કે તેમની જીજીવિશાઓ અસંતુષ્ટ જ રહે છે જેથી ફરિયાદો ની ફોજ ફતવા બની ફર્યે જ રાખે છે. માણસને પોતાના વર્તમાન થી હમેશા શિકાયત હોય છે કેમ કે તેમણે અપેક્ષિત તેમણે મળતું નથી અને ઈશ્વર તેમજ માનવીની કશ્મકશ માં ઈશ્વરનું ધાર્યું થાય છે અને એ જ આપે છે જે માનવીને માટે શ્રેષ્ઠ છે પરંતુ માનવને એ સ્વીકાર્ય નથી કેમ કે શ્રદ્ધા નામે સુમન અને મન માં અમનનો અભાવ છે.

દરેક વ્યકિતને કોઈને કોઈ કમી અથવા ઊણપનો અફસોસ છે જે પ્રવર્તમાન વર્તમાન માં ઉપસ્થિત અને અજમાયશી ધોરણે પ્રાપ્ય છે તેમાં તેને અસંતોષ છે. ફરિયાદ છે વળી જીવનધોરણ ની ઘટમાળ આજ અદેખાય ના આંગણે ઊભી છે. બાજુવાળા પાસે આટલું આટલું ભૌતિક સુખ સુવિધા છે. આપણે હજી નથી મિત્રો પાસે કાર છે મારી પાસે નથી. સહેલી ના પતિનો બંગલો છે મારા પતિને નથી તેમની પત્ની સર્વગુણી છે મારી ને આ આવડતું નથી તેમના બાળકો વિદેશમાં વેલસેટ છે ડોકટર, એંજિનિયર હાઇપોસ્ટ પર છે મારા બાળકો એવા નથી. ઈશ્વરે એને આપ્યું મને જ કેમ નહીં આ ફરિયાદો નું ફરમાન કયારેય પણ ખૂંટતું નથી કેમ કે સૌથી મોટું ધન સંતોષ છે જેની માનવીમાં કમી છે.

એક પ્રાથમિક શાળાના બાળકોને ભગવાનને પત્ર લખવાનું કહેવામા આવ્યું એ પત્રો માં લખ્યું હતું......

હે ભગવાન માણસોને મરી જવા દઈને નવા બનાવ્યા કરવાની ઝંઝટ કરવા કરતાં હાલમાં જે જીવતા છે એ બધાને કાયમી કેમ નથી રાખતા?

હે ભગવાન આ બધા દેશોની આસપાસ રેખાઓ કોણ દોરે છે?

હે ભગવાન અમને નિશાળમાં આજે એવું શીખવ્યું કે થોમસ આલ્વા એડિસને લાઇટ બલ્બની શોધ કરી પણ ચર્ચ માં પાદરી તો કહેતા હતા કે પ્રકાશ તમે બનાવ્યો છે તો વેરિફાઇ કરીને કહેજો ને શોધક કોણ છે?

આમ, બાળકો ની ઈશ્વરની સાથે તો પત્રાચાર એ વાસ્તવિકતા ને વ્યકત કરે છે કે અધુર્ય અથવા અનઅપેક્ષિત પરિસ્થિતી સામે સવાલો કરવા બાળક થી માંડી વયોવુદ્ઘ તમામ સત્વરે તૈયાર છે. અરે આજે તો સાધુ અને સંતોની દુનિયા પણ ભોગવિલાસી અને સ્ટેટસ ને શોભાવૃતિ રંગીલી બની છે. તેમના ઠાઠ પણ રાજા મહારાજાઓ જેવા બન્યા છે આ યુગમાં માનવ મહેનત થી કમાવા જે પરસેવા નું પાણી પીવા કરતાં આસાની થી મળતા વૈભવ ને અપનાવી વામળા બની રહે છે.

ભાગવત ગીતાના સારમાં કહ્યું  છે કે જે થાય છે તે સારા માટે જ  થાય છે અને જે મળે છે તે યોગ્યતા પાત્રતા મુજબ ઈશ્વરની સોગાદ છે. વ્યકિત એ સ્થિતપ્રજ્ઞ બની પૃથ્વી જીવન વ્યતીત કરે તો સ્વર્ગ ના દ્વાર પૃથ્વી પર જ ખુલ્લા રહે છે અને તેમના માટે આજીવન સ્વર્ગ અહી જ ઉપલબ્ધ બને છે. સંતોષ સમાન કોઈ સુખ નથી.

પાર્થ ઉવાચ :

ઇન્સાન ઇતના ખુદગર્ઝ હૈ કી, ઉસકી હાર ખ્વાઈશ પૂરી હોની ચાહીએ.

ખુદ ચોંટ ખા ખા કર સંભલતા હૈ, મગર મુર્તિ ખંડિત નહીં હોની ચાહીએ.

(11:17 am IST)