Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

રવિવારે નશાબંધી-આબકારી વિભાગ માટે જમાદાર વર્ગ-૩ ની પરીક્ષાઃ ૨૧ હજાર ઉમેદવારો

રાજકોટમાં ૭૫ સેન્ટરો : પોલીસનો સધન બંદોબસ્તઃ કેલ્કયુલેટર, મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ

રાજકોટ તા ૧૫ : આ રવિવારે નશાબંધી-આબકારી વિભાગ માટે રાજકોટમાં જમાદાર વર્ગ-૩ ની ખાસ લેખીત પરીક્ષા લેવાશે, નશાબંધી-આબકારી વિભાગમાં જમાદાર વર્ગ-૩ ની ભરતી માટે રાજકોટમાં ૭૫ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે, અધધધ કહી શકાય એમ ૨૧ હજારથી વધુ ઉમેદવારો હોવાનું જાણવા મળે છે.

દરેક કેન્દ્ર ઉપર નશાબંધી-આબકારી મંડળ અને તકેદારી વિભાગના પ્રતિનીધી-સુુેપરવાઇઝર ખાસ હાજર રહેશે દરેક કેન્દ્રો ઉપર  સધન પોલીસ બંદોબસ્તનીસુચના અપાઇ છે, અનેજીલ્લા રિક્ષણાધીકારી કચેરી ખાતે સ્ટ્રોંગરૂમ- કન્ટ્રોલરૂમ રહેશે. ઉમેદવારોને મોબાઇલ-કેલ્યકયુલેટર સહિતના ઇલેકટ્રોનીક ઉપકરણો લઇ જવાની મનાઇ ફરમાવેલ છે.

(4:20 pm IST)