Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

૧.૬૯ કરોડની રદી નોટો રાણપુરના મુકતાનંદ સ્વામીએ આપ્યાની કમલ ભટ્ટની કબુલાત

પકડાયેલ એચડીએફસીના કમલ ભટ્ટની કેફીયત અંગે મુકતાનંદ સ્વામીનું નિવેદન લેવા એસઓજીના પીઆઇ એસ.એન.ગડુ સહિતની ટુકડી તપાસાર્થે ભેંસાણના રાણપુર આશ્રમે દોડી ગઇ

રાજકોટ, તા., ૧૫: ગઇકાલે  શાસ્ત્રી મેદાન પાસેથી એસઓજીની ટીમે ૧.૬૯ કરોડની પ૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોના જથ્થા  સાથે  બે શખ્સોને ઝડપી લીધા બાદ  પકડાયેલ જુનાગઢ એચડીએફસી બેંકના કર્મચારી કમલ ભટ્ટે આ રદી નોટોનો જથ્થો રાણપુર આશ્રમના મુકતાનંદ સ્વામીએ આપ્યાની કબુલાત આપતા એસઓજીની ટીમ તપાસાર્થે રાણપુર દોડી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે શાસ્ત્રીમેદાન એસટી બસ સ્ટેન્ડ સામે સુચક સ્કુલવાળા રોડ ઉપરથી એસઓજીના પીઆઇ એસ.એન.ગડુ, પીએસઆઇ એચ.એમ. રાણા, તથા પીએસઆઇ સીસોદીયા સહિતની ટીમે  કમલ મુકેશભાઇ ભટ્ટ (રહે. કર્મચારી નગર, બ્લોક નં. ૧૩ મધુરમ ટીંબાવાડી વંથલી હાઇવે જુનાગઢ તથા અશોક પ્રેમજી ભાઇ છાંયા (રહે. માટેલ સોસાયટી, શેરી નં. ર, ભરતભાઇ વાણંદના મકાનમાં મોવડી ચોકડી પાસે રાજકોટ) ને પકડી પાડી તલાશી લેતા બં્ને પાસેથી સરકારે રદ કરેલી ૧,૬૯,ર૭,પ૦૦ની ૧૦૦૦ તથા પ૦૦ના દરની નોટો મળી આવતા બંનેની ધરપકડ કરાઇ હતી. ે

જુનાગઢના કમલ  ભટ્ટે પોતે જુનાગઢ એચડીએફસી બેંકમાં  ઓટો લોન વિભાગમાં એકઝીકયુટીવ લેવલે  નોકરી કરતા હોવાની અને  રાજકોટના અશોક છાંયાએ રદી નોટોની રાજકોટમાં વ્યવસ્થા થઇ જશે તેવી લાલચ આપતા પોતે જુનાગઢમાંથી અલગ -અલગ જગ્યાએથી રદ થયેલી નોટો એકત્ર કરી રાજકોટના અશોક છાંયાનેે આપવા આવ્યાની ગઇકાલે  પોલીસ સમક્ષ પ્રાથમીક પુછપરછમાં કેફીયત આપી હતી.

દરમિયાન એસઓજીના પીઆઇ એસ.એન.ગડુ તથા ટીમે રદી નોટો સાથે પકડાયેલ જુનાગઢ એચડી.એીફસીના કમલ ભટ્ટની કડક પુછપરછ કરતા તે ણે પોલીસ સમક્ષ  ૧.૬૯ કરોડની રદી નોટો ભેંસાણ પાસેના રાણપુર આશ્રમના મુકતાનંદ સ્વામીએ આપ્યાની કબુલાત આપી હતી. કમલ ભટ્ટે પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે, રાણપુર આશ્રમના મુકતાનંદ સ્વામીએ આ રદી નોટોના જથ્થાનું  જેટલા ટકા કમીશન આવે તે મુજબ નિકાલ કરવા સુચના આપી હતી.

પકડાયેલ કમલ ભટ્ટની આ કેફીયતની ખરાઇ કરવા  એસઓજીના પીઆઇ એસ.એન. ગડુ, આર.કે.જાડેજા, ધર્મેન્દ્રસિંહ જોડેજા,  ચતેનસિંહ ગોહીલ,  જયંતી ભાઇ ગોહેલ, અનિલસિંહ ગોહીલ તથા યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ તપાસ અર્થે ,ેભેંસાણના રાથપુર સ્થિત આશ્રમે દોડી ગઇ છે. 

 

(4:20 pm IST)