Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

રાજકોટમાં ડુપ્લીકેટ ચાનું કૌભાંડ

ખરાબ ચાના ભુસામાંથી ચાની ભૂકી બનાવવાનું કારખાનુ સીલ

પરાબજારમાં આરોગ્ય વિભાગનાં દરોડાઃ કંપનીના ભળતા નામે ગાય-બકરી, ટાટોપાની જેવી બ્રાન્ડનાં પેકીંગમાં ડુપ્લીકેટ 'ચા' વેચાતી હતી

રાજકોટ, તા.૧પઃ મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે આજે શહેરનાં પરાબજારમાંથી ડુપ્લીકેટ 'ચા'ની ભૂકી બનાવી તેનું પ્રસીધ્ધ બ્રાન્ડની 'ચા'ના નામ સાથે ભળતા નામની બ્રાનડ ઉભી કરી. બજારમાં ડુપ્લીકેટ 'ચા' ની ભુકી વેચવાનું  કૌભાંડ ઝડપી લેતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડની સતાવાર યાદી મુજબ શહેરનાં પરાબજાર વિસ્તારનાં ઘી પીઠ પાસે આવેલ અર્હમ કોમ્પલેક્ષમાં આવેલ દર્શન-ટી નામની પેઢીમાં ફુડ ઇન્સ્પેટરોની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે દરોડા પાડતા આ સ્થળેથી 'દશા ટી' નાં નામે ૨૭૦પની રજીસ્ટર્ડ થયેલ કંપનીનાં ખરાબ (રીજેકટ થયેલ) ઓઠા મળે.

ચા નાં ભુસામાંથી ડુપ્લીકેટ ચા બનાવવામાં આવતી હોવાનું અને ડુપ્લીકેટ 'ચા' બ્રાન્ડેડ કંપનીનાં મળતા નામે જેમ કે વાઘ-બકરી સાથે 'ગાય-બકરી' ટાટા સામે ટાટો પાની અને અલંકાર શન્યાસી બીર-જોહરા ((વગેરે બ્રાન્ડનાં નામે પેકીંગ કરી આ ડુપ્લીકેટ ચાનું બજારમાં વેચાણ થતુ હોવાનું રંગે હાથ ઝડપાયુ. ડો.રાઠોડનાં જણાવ્યા મુજબ આ સ્થળે ડુપ્લીકેટ ચા બનાવવા માટેનું (મશીન તથા ખરાબ ચાનું ૬૦કી. ભૂસુ અને ૬૦ કીલો કેમીકલ કલર અને ૩૦ કીલો ડુપ્લીકેટ ચાની ૧ એવી ૩પ નંગ મળીને કુલ ૧૦પ૦ કીલો ડુપ્લીકટ 'ચા'નો જથ્થો ઝડપાઇ જતાં આ કારખાનું સીલ કરી દેવાયાનું આરોગ્ય અધિકારી ડો.રાઠોડે જણાવ્યું હતું.

ડો.રાઠોડના જણાવ્યા મુજબ ખરાબ 'ચા'નાં ભૂસામાં કેમીકલ કલરની ભેળસેળ કરીને અગાસી ઉપર આ ડુપ્લીકેટ 'ચા' ને સુકવીને પછી પેકીંગ કરાતુ હતું.

(4:10 pm IST)