Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કર્ણાટકનું પરિણામ ફકત ઝાંખીઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપની સતા : ડો.જૈમનભાઇ ઉપાધ્યાય

રાજકોટ, તા.૧પઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનથી દેશે અનેક શિખરો સર કર્યા છે. વિશ્વમાં પણ ભારતની ગણના થવા લાગી છે. ભારતના ૨૯ રાજયોમાંથી ૨૧ રાજયોમાં  દેશના મતદારોએ ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ મૂકી શાસનની ઘૂરા સોંપવામાં આવે છે. નરેન્દ્રભાઇના કોંગ્રેસ મુકત ભારતના સ્વપ્ન તરફ આગળ વધી રહેલ છે. તેની મેયર ડો.જૈનીમભાઇ એ જણાવ્યુ હતુ. કર્ણાટકમાં યોજાયેલ ચૂંટણીના આજરોજના પરિણામ જોતા ત્યાંના મતદારોએ પણ કોંગ્રેસને જાકારો આપી ભારતીય જનતા પક્ષનો જય જયકાર કરાવેલ છે. ભારતીય જનતા પક્ષના આ વિજય બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કર્ણાટકનું આ પરિણામ ફકત ઝાંખી છે. ૨૦૧૯માં આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને દેશના મતદારો જંગી બહુમતીથી સત્તા સોંપશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તેમ મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ અંતમાં જણાવેલ.

(4:08 pm IST)