Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા નોટબુક વિતરણ

 રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના ૧૩૦૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો સમારોહ તાજેતરમાં યોજવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે સિવિલ હોસ્પીટલના માનસિક રોગ વિભાગના વડા ડો.મુકેશભાઈ સામાણી, બ્રહ્માકુમારી સંસ્થાન પૂ.ગીતાદીદી, ઈટાલીકા સિરકામીકવાળા દાતા શૈલેષભાઈ વૈશ્નાણી, અશોકભાઈ વૈશ્નાણી, સંતન ઈલે.વાળા પરેશભાઈ લાંબાસીયા, દામજીભાઈ બગસરિયા, ભગવાનજીભાઈ રાયઠઠ્ઠા ઉપસ્થિત રહેલ. નોટબુક વિતરણના દાતાઓ પરેશભાઈ લીંબાસીયા, નટુભાઈ હરીયાણ, કિશોરભાઈ ખાંટ, જમનભાઈ ભલાણી, વલ્લભભાઈ હરસોડા, કાલીદાસ માકડીયા, મોહનભાઈ વિઠ્ઠલાણી (યુ.કે.), રાજકોટ નાગરિક સહકારી બેંક, વિજય કોમ.કો.બેંક, કનુભાઈ પટેલ (યુ.એસ.એ)એ શુભેચ્છા પાઠવેલ. આ સમારોહને સફળ બનાવવા આર.સી.પટેલ, સી.એન.જાવિયા, વી.ડી.ઠકકર, ધીરુભાઈ ઝાલાવડિયા, મગનભાઈ ઝાલાવડિયા, જગદીશભાઈ પટેલ, નરોત્તમભાઈ ફળદુ, નટુભાઈ કણસાગરા, રમણિકભાઈ કણસાગરા, જીતુભાઈ બરોચીયા, મગનભાઈ વાછાણી, જાદવભાઈ કનેરીયા, મનુભાઈ ફળદુ, મનુભાઈ વાછાણી, જયંતીભાઈ ચપલા, જયેશ ત્રાંબડીયા, આર.કે.ઝાલાવડિયા વગેરેએ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગનભાઇ ઝાલાવડિયાએ કર્યું હતું. આભારવિધિ મંત્રી સી.એન.જાવિયાએ કરેલ.

(4:07 pm IST)