Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વિશ્વ થેલેસેમીયા દિવસઃવિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની મુલાકાત

રાજકોટઃ શહેરની વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત થેલેસેમીયા જનજાતિ અભિયાન સમિતિ દ્વારા વિશ્વ થેલેસેમીયા દિવસ નિમિતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગેહલોત, પ્રદેશ ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવની શુભેચ્છા મુલાકાત લઇને થેલેસેમીક બાળકોની વેદના, થેલેસેમીયા બાળકોના પ્રશ્નો, પરિવારજનોને પડતી પારાવાર મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા-રજૂઆતો કરી, થેલેસેમીયાના બાળકોને મદદરૂપ થવાની વાત કરેલ. મુખ્યમંત્રી સહિત  દરેક મહાનુભવોએ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ વીડીયો મેસેજ આપી રાજ્યના તમામ અવિવાહિત યુવાન ભાઇઓ-બહેનોને લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ અવશ્ય કરાવી થેલેસેમીયા મુકત ગુજરાત બનાવવા અપીલ કરેલ. તમામ મુલાકાત વેળાએ સંસ્થાના અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી, મીતલ ખેતાણી, જીતુલભાઇ કોટેચા, ડૉ.રમેશભાઇ ભાયાણી, કાશ્મીરાબેન નથવાણી, હસુભાઇ શાહ, પ્રતિક મેઘાણી અને વાલીઓ ઉપસ્થિત રહેલ.

(4:06 pm IST)