Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

'ઓશો સાહિત્ય'ની અવિરત પણે વહેતી રસધારા...

વૈદવાડીમાં ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે 'યૈસ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો ટચ' મેગેઝીન ઉપલબ્ધ :મંદિરના ૩૩માં વર્ષમા મંગલ પ્રવેશ નિમિતે મેગેઝીનોના નવા વાર્ષિક મેમ્બર બનનારને ઓશો પ્રવચન, કિર્તન, ધ્યાનની ૩ ડીઝીટલ એમપી-૩ ઉપહાર સ્વરૂપે નિઃશુલ્ક...

રાજકોટ તા.૧૫: સંબુધ્ધ રહસ્યદર્શી સદ્ગુરુ ઓશો ના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવન ના લ્હાવારૂપ છે, જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકો એ જીવન ને સુવર્ણમય બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરીયામાં ''જ્ઞાન ની ડુબકી'' લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશો પ્રવચનો સાંભળી સંભળાવી જીવનયાત્રા માં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યૈસ ઓશો(હિન્દી તથા અંગ્રેજી), ઓશો વર્લ્ડ (હિન્દી), ઓશો શુન્ય કે પાર (હિન્દી) અને ઓશો ટચ (ગુજરાતી) નામના માસીક મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી લોકો સુધી પહોંચાડવાની યાત્રા સ્વામિ સત્યપ્રકાશે છેલ્લા ૪ં૪ વર્ષથી વહાવાતી ''જ્ઞાનગંગાને'' અવીરત પણે આગળ ધપાવી છે.

મેગેઝીનના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશીત થતું માસીક હિન્દી 'યૈસ ઓશો' મૃત્યુ સે ભય લગતા હૈ? કારણ બસ ઇતના કિ જીવન કો અભી પતા  હી નહી .. જીવન કો જીતને કે લીયે કુછ પ્રયોગ કરે, ઓર મૃત્યુ કે ભય સે હી નહિ, સ્વયં મૃત્યુ સે મુકત હો જાયે.., ધ્યાન હે સ્વૈચ્છાસે મૃત્યુ કો જીતને કા પ્રયોગ, મૃત્યુ કે ભય પર ટીકે જીવન મે આનંદ કૈસે હોગા? મૃત્યુ કો જાને ઓૈર જીવન કો પાલે, ઐસા આપકે પાસ કયા હૈ જો મૃત્યુ આપસે છીન લેગી, જીતની દેર લહર હું લહર હું રોજમરા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતરધ્યાન-વિજ્ઞાન, મીટ્ટી કે દિયે ઓશો મલ્ટીવર્સિટી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી,સીપ કે મોતી, સોચો જરા, સ્વાસ્થ્ય, ચોટ પહુંચેગી, પર કહના તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ, લગન મહુરત સબ ઝુઠ, તથા વિશેષ સંપાદકિય લેખ આઇ યે ઉત્સવ કો ફૈલાયે.

દિલ્હીથી પ્રકાશિત થતુ માસિક હિન્દી 'ઓશો વર્લ્ડ': જીવન કા ઈન્દ્રધનુષ, શુભ ઔર અશુભ કયા હૈ આનંદ હમારા સ્વભાવ હૈ, વિવેક સે ચલો, તથાતા કી રહસ્યમય વિધિ, આદમી કયો મૂર્ચ્છિત હોના ચાહતા હૈ ? ભકિત કી અંતિમ અવસ્થા, જીન ખોજા તીન પાઈયા, તુમ અપને જૈસે હી રહો, દાઢી-મુછ કા રહસ્ય ઔરગરિમા, મેરે લીયે પ્રેમ ધ્યાન હૈ, બચ્ચો કી સંવેદનશીલતા, સંતુલન ધ્યાન, રવિન્દ્રનાથ કે ગીતઃ ઉપનિષદ જૈસે વચન, જે કૃષ્ણમૂર્તિ, સંદેશ પ૬, ધારાવાહિક મેરા પ્રિય ભારત, સ્વાસ્થ્ય, વિજ્ઞાન ભૈરવ તંત્ર, બોધ કથા, જીવન શૈલી, સમાચાર સમીક્ષા, સામયિકી, મૃત્યુમાં અમૃતગમય, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ વિરોધ ઔર વિવાદોમે સૃજનાત્મકતા.

અમદાવાદથી પ્રકાશીત થતુ ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી માસિક મેગેઝીન  'ઓશો ટચ': પરમાત્મા કોઈ વસ્તુ નથી, પરમાત્મા તો એક મસ્તી છે, મનુષ્યના જીવનનું સાત વર્ષનું સમય ચક્ર, જીંદગી દેને વાલે સુન તેરી દુનિયા સે જી ભર ગયા, જીંદગીનો અસલી આનંદ, સંસારી અને ત્યાગી, સમાધિનો પહેલો અનુભવ, સાંસારિક અર્થમાં સુખ-દુઃખ, સુખ-દુખનો સમભાવ સ્વીકાર, નવી પેઢી અને સમાજ જીવનની આદતોને હોશપૂર્વક સમજો, શું આપણે આપણુ ભવિષ્ય પોતે જ નિમિર્ત કરીએ છીએ ? જે નથી સમજાતુ એ યાદ રહે છે, જે સમજાય જાય તેને યાદ રહે છે, જે સમજાય તેને યાદ રાખવુ પડતુ નથી. પ્રેમ એટલે અસ્તિત્વ સાથે એકરૂપ થવુ, પરમજ્ઞાની જ્યાં હોય ત્યાં સ્વર્ગ નિર્મિત કરી દે છે. શિક્ષણ કેવુ હોવુ જોઈએ. વફાદારી, વેરથી વેર શાંત નથી થતુ, મુલ્લા નસરૂદીન,  આગામી કાર્યક્રમ, ધારાવાહીક ક્રાંતિ બીજ  તથા વિશેષ સંપાદકીયલેખ.

અત્રે  નોંધનીય છે કે, મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા ઘર બેઠા નકલ મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪-વૈદવાડી, ગોંડલ ખાતે રૂબરૂ મળવુ અથવા સ્વામિ સત્ય પ્રકાશ (૯૪૨૭૨ ૫૪૨૭૬), રાજનભાઈ (મો. ૯૨૨૭૫ ૭૬૮૯૧) કે જયેષભાઈ (મો. ૯૪૨૬૯ ૯૬૮૪૩)નો સંપર્ક સાધી શકાય છે.

(4:04 pm IST)