Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મારા મારી પથ્થરમારો કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૧૫ : આજથી વીસેક વર્ષ પહેલા પોપટપરા શેરી નં.૧ મા રહેતા મામદ હુશેનભાઇ સંધી એ તેની ફરીયાદમાં પોતે ટેક્ષી ડ્રાઇવીંગ કરતો હોય, તેના પાડોશમાં મચ્છા કરણાભાઇ ભરશવાડ, રેવા કરણાભાઇ અને અરજણ કરણાભાઇ તેના કુટુંબ સાથે રહે છે અને મચ્છા કરણાભાઇ ડેલી પાસેે બપોરના બહાર ઉભા ઉભા પેશાબ કરવાની ના પાડતા  આ ભરવાડો તથા વીસ માણસોએ પથ્થર મારો કરી ઢીકાપાટુનો મારમારેલ અનેે લાકડીઓથી માર મારી ગંભીર ઇજાઓ કરેલ હતી તે ફરીયાદ ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકતો આદેશ કરેલ હતો.

ફરીયાદી મહમદ હુશેન સંધીની ફરીયાદ પરથી પ.નગર પોલીસે આરોપી મચ્છા કરણાભાઇ, રેવા કરણાભાઇ, અરજણ કરપાભાઇ, મોહન મચ્છાભાઇ, વીરમ પ્રભુદાસભાઇ, કંકુબેન રેવાભાઇ રમાબેન મચ્છાભાઇ ીવ્ગેરની ફરીયાદને પેશાબ નહીં કરવાનું કશેતા રોકીને ઢીકા પાટુ તથા લાકડાના ફા વડે હાથપગમાં માર મારી ફેકભર જેવી ગંભીર ઇજા કરી ઘર પર પથ્થર ફેંકી નળીયા તોડી નાખી અને ગુન્હો કરતા તમામ આરોપીની પોલીસે ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતુ.

આ કેસ જયુડી. મેની. શ્રી એચ.એસ. પટેલ મેડમમાં ચાલી જતા પુરાવાને તથા દલીલોને ધ્યાને લઇ આ તમામ આરોપીઓને કેેસ પુરવાર નહીં થતા તમામને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કરેલ હતો.

આ કામમાં તમામ આરોપીઓ તરફે એડવોકેટ તરીકે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભય ભરદ્વાજ, દીલીપ પટેલ,ધીરજપીપળીયા,ગોૈતમ પરમાર,વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીીતેન્દ્ કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, સુમીત વોરા, અમૃતા ભરદ્વાજ ગોૈરાંગ ગોકાણી રોકાયા હતા.

(4:03 pm IST)