Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અકસ્માત ઇજાના કેસમાં પાંચ લાખનું વળતર મળવા અંગે થયેલ અરજી રદ

રાજકોટ, તા.૧પઃ વડાળી ગામની સીમ ભાડલા ગામ પાસે ચોટીલા મુકામે બટુકભાઇ વનમાળીદાસ કુબાવત રહે. ભાડલા તા.જસદણ, જિ. રાજકોટવાળા પોતાના પુત્રના મોટર સાયકલ પર બેસીને જતા હતા ત્યારે વાલજીભાઇ લવજીભાઇ પટેલ રહે.ખારસીયા તા.જસદણ, જિ.રાજકોટવાળાએ તેમના મોટર સાયકલ સાથે પૂર ઝડપથી આવી ભડકાતા અકસ્માત કરી ગંભીર ઇજા કરતા રાજકોટના મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રબ્યુનલ સમક્ષ રૂ. પ,૦૦,૦૦૦/ નું વળતર મળવા કલેઇમ કેસ ગુજરાતા જે કલેઇમ રાજકોટના મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલે નામંજુર કરેલ છે.

સદરહું કલેઇમ કેસમાં અરજદાર તેમજ સામાવાળા તરફે પુરાવા રજુ થયેલા તથા નામદાર ટ્રીબ્યુનલ બન્ને પક્ષોની દલીલો સામાવાળા વાલજીભાઇ લવજીભાઇ ચોવટીયા તરફે તેમના એડવોકેટ શ્રી અમિત એસ. ભગત દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી અને અરજદારે ગુજારેલ કલેઇમ કેસની વચગાળાની રકમ તેમજ ફાઇનલ વળતર મેળવવાનો કલેઇમ રાજકોટ મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલે નામંજુર કરેલ છે.

આ કામમાં સામાવાળા તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમિત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રતિ તથા ધર્મેન્દ્ર ડી.બરવાડીયા રોકાયેલા હતા.

(2:42 pm IST)