Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગાંધીગ્રામમાં મકાનમાંથી દારૂની ર૮ બોટલ સાથે સમીર બેલીમ પકડાયો

નાનામવા રોડ સર્કલ પાસે રીક્ષામાંથી દારૂની ૬ બોટલ કબ્જે

રાજકોટ તા.૧પ : ગાંધીગ્રામમાં પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ર૮ બોટલ સાથે મુસ્લીમ શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. જી.એન.વાઘેલા સહિત પેટ્રોલીંગમાં હતા.ત્યારે બાતમીના આધારે ગાંધીગ્રામ શેરી નં.૯/રમાં મકાનમાં દરોડો પાડી દારૂની ર૮ બોટલ સાથે મકાનમાં રહેતો સમીર ઇસ્માઇલભાઇ બેલીમ (ઉ.૩૦)ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં માલવીયા નગરપોલીસ મથકના પી.એસ.આઇ. યુબ.ી.જોગરાણા તથા હેડ કોન્સ રાહીદભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે જીઆરપી ૬૯પ નંબરની રીક્ષામાંથી દારૂની ૬ બોટલ કબ્જે કરી ચાલકની શોધખોળ આદરી છે.(

(2:42 pm IST)