Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ખોખદડ ગામે કાલથી ''રીવરસાઈડ ઈન્ટરનેશનલ સ્કૂલ''નો શુભારંભ

ડિસ્કવર ગ્રુપનું સાહસઃ ધો.૧ થી ૧૨ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઃ કોઠારીયાથી ૩ કિ.મી. દૂર અઢી એકરના કેમ્પસમાં બાળકો માટે સુંદર કલાસરૂમ, એસેમ્બલી હોલ, કોન્ફરન્સરૂમ, લાઈબ્રેરી જેવી સુવિધા, ઈન્દોર- આઉટડોર ગેમ્સની સુવિધાઃ બાબુભાઈ નસીત

તસ્વીરમાં રીવરસાઈડ ઈન્ટરનેશનલ  સ્કૂલના ટ્રસ્ટી અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઈ નસીત (મો. ૯૮૨૪૪ ૪૧૬૭૮) અને વાઈકીંગ એડવર્ટાઈઝીંગવાળા શ્રી સંદીપ ગોહેલ નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ,તા.૧૫: શહેરની ભાગોળે કોઠારીયા રોડ ઉપર કોઠારીયાથી ૩ કિ.મી. દૂર આવેલ ખોખડદડ ગામે રીવરસાઈડ ઈન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ થઈ રહ્યો છે. ડિસ્કવર ગ્રુપના ૧૬ વર્ષના શૈક્ષણિક અનુભવ અને સફળતા બાદ નવું સાહસ શરૂ કરવા જઈ રહ્યા છે. અહિં ધો.૧ થી ૧૨ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વર્ગો શરૂ થશે. આ શાળાનું ઉદ્ઘાટન આવતીકાલે તા.૧૬ના બુધવારના રોજથી થઈ રહ્યું છે.

તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને રીવરસાઈડ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ નસીતે જણાવેલ કે ''એજયુકેશન ઈટ મીન્સ ટૂ ડ્રો આઉટ''

શિક્ષણ એટલે વિદ્યાર્થીઓની આંતરિક શકિત બહાર લાવવી. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ઘડતર થાય તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે રમત- ગમતમાં પણ નિપૂણ થાય એ ખૂબ જ જરૂરી છે. આવી અનેક જરૂરીયાતોને અને સગવડતાઓ સાથેની સંપૂર્ણ શાળા એટલે રીવરસાઈડ ઈન્ટરનેશનલ સ્કૂલ જેમાં ધો.૧ થી ૧૨ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ છે.

વાલીઓની ચિંતા દૂર કરવા માટે અને વિદ્યાર્થીઓના આનંદ માટે સ્કૂલ શરૂ થઈ રહી છે જયાં હશે વિશાળ ૨.૫ કેમ્પસ કે જયાં  વિદ્યાર્થીઓ ભણશે સંપૂર્ણ કુદરતી વાતવારણમાં. ૩૦,૦૦૦ સ્કે.ફીટ બાંધકામમાં બાળકો માટેના સુંદર કલાસરૂમ, સમૂહ પ્રાર્થના માટે એરોમ્બલી હોલ, વાલીઓની મીટીંગ માટે કોન્ફરન્સ રૂમ, વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણ માટે લેબોરેટરી સાથે જ લાયબ્રેરી અને કમ્પ્યુટર લેબ, સર્વાંગી વિકાસ માટે મ્યુઝિક, આર્ટ એન્ડ ક્રાફટ રૂમ, સંપૂર્ણ હવા ઉજાસ મળી રહે તે મુજબનાં કલાસરૂમ બનાવેલ છે. જેથી વિદ્યાર્થીઓને પૂરતી જગ્યા મળી શકે, ગુજરાત રાજય શિક્ષણ બોર્ડનાં તમામ નિયમોને આધિન છે, વિશાળ ૩,૨૦૦ સ્કે. મીટરના મેદાનમાં વિદ્યાર્થીઓ દરેક રમતોનો આનંદ માણશે, ઈન્ડોર અને આઉટડોર રમતોના માધ્યમથી વિદ્યાર્થીનું શારીરિક સૌષ્ઠવ ખીલશે., ''જળ એ જીવન છે.'' આ ઉકિતને સાર્થક કરવા માટે શાળામાં બનાવેલ ૨૦લાખ લીટર પાણીનો ટાંકો વરસાદનાં પાણીથી જ ભરાઈ જશે અને વિદ્યાર્થીઓ અમૃત સ્વરૂપ વરસાદનું જ પાણી પીશે. તેમજ આર.ઓ. પાણીની સવગડતા પણ છે., તજજ્ઞ, નિષ્ઠાવાન અને પ્રેમાળ શિક્ષકોના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવશે., શિસ્ત અને સાહસના નિર્માણથી આદર્શ નાગરિક બનશે., શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયમાં બાળકનું સંપૂર્ણ ઘડતર થશે, વર્તમાન સયમની જરૂરિયાત અનુસાર સ્માર્ટ કલાસ દ્વારા શિક્ષણ મળશે., વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની પૂરતી સગવડતા આપવામાં આવશે., ભૂકંપપ્રુફ બિલ્ડીંગનું બાંધકામ અને આધુનિક ફાયર સેફટીના સાધનોની સગવડતા., સીસી ટીવી કેમેરા દ્વારા સંપૂર્ણ કેમ્પસનું મોનીટરીંગ કરવામાં આવશે. આ અંગેની વધુ વિગતો માટે મો.૮૧૫૬૦ ૮૫૬૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૩૦.૨)

(11:46 am IST)