Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઓમ શં શનેશ્વરાય નમઃ.. શનિદેવની જન્મ જયંતિની ધર્મમય ઉજવણી

રાજકોટ : ચમત્કારી દેવ  ગણાતા શ્રી શનિ મહારાજની આજે જન્મ જયંતિ હોય ઉપાસકો દ્વારા ભાવભેર પુજન અર્ચનના કાર્યક્રમો થયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શનિદેવના મંદિરોમાં આજે સવારથી જ ભાવિક ભકતોએ દર્શન-પૂજન માટે લાંબી કતારો લગાવી હતી. મંગળા આરતી, શૃંગાર આરતી અને હવનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. રાજકોટના જયુબેલી બાગ મેદાનમાં આવેલ શનિદેવના મંદિર તેમજ કાલાવડ રોડ અને કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં આવેલ શનિદેવના મંદિરોમાં થઇ રહેલ ધર્મમય કાર્યક્રમો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:43 am IST)