Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

પોલીસ કંટ્રોલમાં ફોન આવ્યો અને મહેફીલના રંગમાં ભંગ પડયોઃ ૪-૪ વકીલો ૨ યુવતી સાથે પકડાયાઃ

ફલેટના હોલમાં ૬ યુવક યુવતીઓને નશો કરેલ સ્થિતિમાં પોલીસે પકડી લીધા

રાજકોટ, તા.૧૪: છોકરા-છોકરીઓ ખૂબ જ અવાજ કરે છે' રાત્રે બે વાગ્યે ગોતા વસંતનગર ટાઉનશીપ નજીક વીર સાવરકર હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં સોલા પોલીસે દરોડો પાડ્યો હતો. દારૂનો નશો કરેલી હાલતમાં બે યુવતી અને ચાર યુવકને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, પકડાયેલા છ નશાખોરોમાંથી ચાર તો વકીલ છે. શનિવારની રાતે વીક-એન્ડ પાર્ટી કરતાં પકડાયેલાં યુવક-યુવતીને સોલા પોલીસે કાર્યવાહી કરી જામીનમુકત કર્યાં હતાં..

સોલા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડના દિલીપસિંહ ભગવતસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રે ૧.૪૯ વાગ્યે PSOને કન્ટ્રોલ રૂમ તરફથી ટેલીફોનિક મેસેજ મળ્યો હતો. કન્ટ્રોલ રૂમને કોઈએ એવી જાણકારી આપી હતી કે, 'વીર સાવરકર હાઈટ્સ ફ્લેટના મકાન નં. ૧૩૦૧માં કેટલા છોકરા-છોકરી ખૂબ જ અવાજ કરે છે. મને કોઈ દારૂની પાર્ટી કરે એવું લાગે છે.'

આ મેસેજના આધારે પોલીસની ટીમે મહિલા કોન્સ્ટેબલ સાથે દરોડો પાડ્યો હતો. ફ્લેટનો દરવાજો ખખડાવી પ્રવેશેલી પોલીસે જોયું તો ફ્લેટના હોલમાં કેટલા છોકરા છોકરી બેઠાં હતાં. પોલીસે તપાસ કરતાં ક્રીશ રાજીવ કાલરા, આશિષ રમણલાલ શાહ, અભિલાષ રવિન્દ્રપાલ ચૌધરી, છાયા, ઈશીન રજનીકાંત પટેલ અને કાર્તિકા નામની યુવતી દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવ્યાં હતાં. .

કિંગફીશરની દસ બોટલો, ૧૦૦ પાઈપર્સ વ્હીસ્કીની બે બોટલ ખાલી મળી આવી હતી.

ક્રીશ રાજીવ કાલરા, ઉ.વ. ૩૭. રહે. વીર સાવરકર હાઈટ્સ (વકીલ), શ્નમહેફિલ'માંથી પકડાયેલાં છ યુવક-યુવતી કયાંના? શું કરે છે? આશિષ રમણલાલ શાહ, ઉ.વ. ૫૭. રહે. આમ્રપાલી ફ્લેટ, સુખીપુરા (નોકરી),અભિલાષ રવિન્દ્રપાલ ચૌધરી, ઉ.વ. ૨૮. હિમાચલ પ્રદેશ (વકીલ),ઈશાન રજનીકાંત પટેલ, ઉ.વ. ૩૪. રહે. શુભલક્ષ્મી ટાવર, નારણપુરા (વકીલ), કાર્તિકા, ઉ.વ. ૨૪. રહે. અંધેરી વેસ્ટ, મુંબઈ (મૂળ રાજસ્થાન- ખાનગી નોકરી),છાયા ઉ.વ. ૨૮. રહે. હિમાચલ પ્રદેશ (વકીલ)

(4:07 pm IST)