Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સીંધી બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા મેયરનું સન્માન

સીંધી બ્રહ્મક્ષત્રિય સમાજ વતી શ્રી સ્વામી લીલાશાહ સેવા મંડળના હોદેદારોએ નવનિયુકત મેયર ડો. પ્રદીપભાઇ ડવને પુષ્પગુચ્છ આપી સન્માન કરેલ. આ પ્રસંગે મંડળના પ્રમુખ વિનોદભાઇ જાનીયાણી, સેક્રેટરી ભરતભાઇ ધાંધા, ખજાનચી નરેશભાઇ પોહાણી, સહમંત્રી દિલીપભાઇ કીડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:01 pm IST)
  • દિલ્હીમાં પણ વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતી કેજરીવાલ સરકાર કોરોનાના બેફામ કેસો વધતા કેજરીવાલ સરકારે વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતાં કહ્નાં છે કે વીક એન્ડમાં જીમ, મોલ, સ્પા બંધ રહેશે : લગ્ન પ્રસંગ માટે પાસ ઈસ્યુ કરવામાં આવશે : શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીનો કર્ફયુ લાદી દેવાયો છે access_time 1:19 pm IST

  • ગુજરાત હાઈકોર્ટની સાફ સાફ વાત : રેમડેસીવીર અમૃત નથી તે અંગેની જાણકારી અને જાગૃતતા પ્રજા સુધી પહોંચે તેવા પગલા લેવા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને તાકીદ કરી છે અને કહ્યું છે કે રેમડેસીવીર ૯૦૦ રૂ. મળશે તે આજે ૧૪ થી ૧૫ હજારમાં વેચાય છે : રેમડેસીવીરના કાળા બજાર કેમ થાય છે તે અંગે જાણવુ જરૂરી છે : ગુજરાતના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ ગુજરાત સરકાર વતી સ્વીકાર કરી લેતા જણાવેલ કે અમારે વધુ પડતા વિશ્વાસમાં રહેવાની જરૂર નહોતી access_time 12:10 pm IST

  • હરિદ્વાર મહાકુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલનું કૈલાશ હોસ્પિટલમાં કોરોનાથી નિધન: હરિદ્વારમાં કુંભ મેળામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 1701 નવા કેસ મળ્યા: કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2000 સુધી વધી શકે access_time 12:04 am IST