Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સૌ.યુનિ. સીન્‍ડીકેટ અને વિવિધ ફેકલ્‍ટીઓની ચુંટણી હાલ મોકુફ રાખો : ડો. યજ્ઞેશ જોશી

રાજકોટ તા. ૧૫ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા સીન્‍ડીકેટ અને વિવિધ ફેકલ્‍ટીઓ તેમજ બોર્ડ ઓફ એકાઉન્‍ટની ચુંટણીઓ યોજવા જાહેર નામુ બહાર પડે છે. પરંતુ હાલમાં કોરોના સંક્રમણે ગંભીર સ્‍વરૂપ ધારણ કર્યુ હોય આવી પરિસ્‍થિતિમાં આ ચુંટણીઓ મોકુલ રાખવા પૂર્વ સીન્‍ડીકેટ સભ્‍ય ડો. યજ્ઞેશ એમ. જોશીએ માંગણી ઉઠાવી છે.

આ અંગે તેઓએ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયપાલ શ્રી દેવવ્રતજી, શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, સૌ.યુનિ. ના કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, પ્રો.વાઇસ ચાન્‍સેલર ડો. વિજયભાઇ દેશાણી તથા રજીસ્‍ટ્રાર શ્રી જતીન સોનીને પત્રો પાઠવી રજુઆત કરી છે.

(3:53 pm IST)