Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

લોક પ્રતિનિધિઓ ખરા સમયે લોકોની વચ્‍ચે રહીને સંકલન જાળવે તેવી વ્‍યવસ્‍થા ગોઠવો

પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણીનો મુખ્‍યમંત્રને સુચનરૂપે પત્ર

રાજકોટ તા. ૧૫ : કોવિડ-૧૯ ની મહામારીના બીજા તબકકામાં લોકો ખુબ મુશ્‍કેલી અનુભવી રહ્યા છે ત્‍યારે તેમની મુશ્‍કેલીઓ હળવી કરવા રાજયના સાંસ્‍દો, ધારાસભ્‍યો અને પદાધીકારીઓ હોસ્‍પિટલોમાં કેમ્‍પ કરી લોકોની વચ્‍ચે રહીને તેમને મદદરૂપ બને તેવી કોઇ વ્‍યવસ્‍થા ગોઠવવા પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીએ મુખ્‍યમંત્રીને પત્ર લખી સુચન કરેલ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે માઇક્રો પ્‍લાનીંગ કરી જવાબદાર વ્‍યક્‍તિઓને જવાબદારીઓ સોંપવામાં આવે તો લોકો અને સરકાર વચ્‍ચેનો વિશ્વાસનો સેતુ જળવાઇ રહેશે.

હાલમાં ખાસ કરીને કોઇને હોસ્‍પિટલમાં દાખલ કરવા, રેમ ડેસીવીર ઇન્‍જેકશન તેમજ દવાઓ પુરી પાડવી, ઓકસીજન માટે વ્‍યવસ્‍થા કરવી વગેરે કામ માટે લોકપ્રતિનિધિઓની મદદની ખાસ જરૂર રહે છે. ત્‍યારે પદાધિકારીઓ લોકોની વચ્‍ચે કેમ્‍પ કરીને રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા અંતમાં ચેતન રામાણીએ સુચન કરેલ છે.

 

(3:52 pm IST)