Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

રાજકોટના ફર્નિચર એસો. સાથે સાંજે કલેકટરની બેઠકઃ જરૂર પડયે બેડ તૈયાર રાખવા અંગે અપીલ કરાશે

રાજકોટમાં સતત કોરોના વધી રહયો છે, વેન્ટીલેટર અને ઓકસીજનની અછત છે ત્યારે હવે બેડની પણ અછત સર્જાવાની ભીતીએ આજે બપોર બાદ કલેકટરે ફર્નિચર એસો.ના આગેવાનોને બોલાવ્યા છે અને પલંગનું ઉત્પાદન કરતા ફર્નિચર વેપારીઓ-પેઢીઓને કેટલા બેડ છે અને જરૂર પડયે તાત્કાલીક બેડની તૈયારી રાખવા ખાસ અપીલ કરાશે.

(3:33 pm IST)
  • સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે એસીમ્પિટોમેટિક સેલિબ્રિટીએ ઘર પર જ ઈલાજ કરાવવો જોઈએ હોસ્પિટલના બેડ પર નહીં : રાજ્યના ક્પડામંત્રીએ કહ્યું હતું કે બેડ જરૂરિયાતમંદો માટે છોડવા જોઈએ access_time 11:59 pm IST

  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST

  • ' ઉમર થાય એટલે મરવું પણ પડે ' : કોરોનાથી થતા મોત અંગે મધ્ય પ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલનું બેજવાબદાર વિધાન access_time 12:25 pm IST