Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

લીલા નારીયલના પણ કાળા બજાર

લીલા નારીયલ ર૦ રૂપિયામાં મળતા હતા તેમના ૮૦ થી ૯૦ રૂપિયા વસુલે છે. અમુક લોકો હજુ ઇમાનદારી ચુકયા નથી. ગલીઓમાં વેચવા આવે છે. તો પણ ઇમાનદારીથી ર૦ રૂપિયા ભાવ લે છે. એવા અનેક વિસ્તારોમાં રૂ.૮૦ થી ૯૦ વસુલાતા હોવાનું જણવા મળે છે. ગરીબ માણસ શું કરશે એમનું તો નારીયલ પીવાનું પણ અધિકાર ન હોય એવી હાલત છે.

(2:49 pm IST)
  • ઘેર ઘેર કોરોનાના દર્દીઓ અને આગામી 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે કોરોના વાઈરસ કેટલો ખતરનાક બનશે અને ક્યાં સુધી ચાલશે તેની કોઈ ગેરન્ટી નથી : લોકોએ સારુ વિચારવું જોઈએ અને સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારીને નાથવા લાંબાગાળાની વ્યવસ્થા કરવી જોઈએ: નાગપુરમાં 100 બેડવાળી કોવિડ કેન્દ્રનું ઉદ્ધાટન કરતા ગડકરીએ જણાવ્યું કે સ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈને ખબર નથી કે ક્યાં સુધી ચાલશે access_time 11:50 pm IST

  • ' ઉમર થાય એટલે મરવું પણ પડે ' : કોરોનાથી થતા મોત અંગે મધ્ય પ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલનું બેજવાબદાર વિધાન access_time 12:25 pm IST

  • ગુજરાત હાઈકોર્ટની સાફ સાફ વાત : રેમડેસીવીર અમૃત નથી તે અંગેની જાણકારી અને જાગૃતતા પ્રજા સુધી પહોંચે તેવા પગલા લેવા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને તાકીદ કરી છે અને કહ્યું છે કે રેમડેસીવીર ૯૦૦ રૂ. મળશે તે આજે ૧૪ થી ૧૫ હજારમાં વેચાય છે : રેમડેસીવીરના કાળા બજાર કેમ થાય છે તે અંગે જાણવુ જરૂરી છે : ગુજરાતના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ ગુજરાત સરકાર વતી સ્વીકાર કરી લેતા જણાવેલ કે અમારે વધુ પડતા વિશ્વાસમાં રહેવાની જરૂર નહોતી access_time 12:10 pm IST