Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વોર્ડ નં. ૧૮ના શિવમ પાર્કમાં ડામર કામનો પ્રારંભ

રાજકોટ : શહેરમાં જુદા જુદા લોકપયોગી વિકાસના કામો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૮માં આવેલ શિવમ પાર્ક વિસ્તારમાં ડામરકામનું ખાતમુહુર્ત ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરો હસ્તે કરવામાં આવ્યું. આ વિસ્તારને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, તથા ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા તેમજ વોર્ડ નં.૧૮ના ભાજપ સંગઠનના હોદેદારો શૈલેષભાઈ પરસાણા, મનસુખભાઈ ઠુંમર, દિનેશભાઈ લીંબાસીયા, નીલેશભાઈ મુંગરા, નટુભાઈ વાઘેલા, દેવાયતભાઈ ડાંગર, તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહેલ.

(2:49 pm IST)
  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST

  • રાજકોટ કોમોડિટી એક્સચેન્જના CEO શ્રી પી.બી. પાઠકનું દુઃખદ અવસાન : કોરોના સામે જંગ હારી ગયા : રાજકોટનું વધુ એક રત્ન કોરોનાએ છીનવી લીધું access_time 11:20 pm IST

  • જામનગર કલેકટરની લોકોને ગંભીર અપીલ : લોકો મહેરબાની કરીને કોરોનાનો પ્રોટોકોલ અનુસરે, અન્યથા કોરોનાની ટ્રીટમેન્ટ નહિ થઈ શકે : હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા 8 - 9 દિવસથી આરામ પણ નથી કર્યો : કોવિડ હોસ્પિટલની હાલત પણ ખૂબ ગંભીર બની છે access_time 11:57 pm IST