Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

રાજકોટમાં આવું પણ થાય...અગાઉ પણ આવા બે કિસ્સા સામે આવ્યા હતાં

રાત્રિ કર્ફયુમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ડાન્સ કરતી યુવતીનો વીડિયો વાયરલઃ માફી માંગી લીધી

યુવતિએ કહ્યું ઘર આંગણે જ વિડીયો બનાવયો છે, જુનો અને રાત્રી કર્ફયુનો સમય નવ-દસનો હતો ત્યારે બનાવ્યો હતોઃ મેં ભુલ કરી છે, કાયદાને હું હમેંશા માન આપુ છું: મેં વિડીયો પોસ્ટ કર્યો એ જ મારી ભુલઃ કાયદો તોડવાનો મારો કોઇ ઇરાદો નહોતો

રાજકોટ તા. ૧૫ : રંગીલા રાજકોટમાં કર્ફયુ અને લોકડાઉનના સમયમાં પણ અમુક સખણા રહી શકતા નથી. અગાઉ બે એવા વિડીયો સામે આવ્યા હતાં જેમાં બે યુવાનોએ કાર રસ્તા પર રાખી કર્ફયુ-લોકડાઉન વચ્ચે ડાન્સ કર્યો હતો. જો કે એ વિડીયો જુના હતાં. આમ છતાં પોલીસે તેને શોધી કાઢી કાર્યવાહી કરી હતી. ત્યાં હવે ગત રાતથી સોશિયલ મિડીયામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવતિ મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે ડાન્સ કરતી જોવા મળી છે. કર્ફયુના સમયમાં આ વિડીયો શુટ કરી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવામાં આવ્યા બાદ અમુક કલાક બાદ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન યુવતિએ મિડીયા સમક્ષ ઉપસ્થિત થઇ આ વિડીયો અગાઉનો જુનો અને કર્ફયુનો સમય રાતના નવ-દસનો હતો એ વખતનો હોવાનું તેમજ જાહેરમાં નહિ પણ પોતાના ઘર આંગણે જ કર્યાનું કહી માફી માંગી હતી.

વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. બાદમાં પોલીસના ડરે કે પછી બીજા કોઇ કારણોસર વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો. બીજી તરફ આ વીડિયો જયારે વાયરલ થયો ત્યારે (RealPrisha_) નામના એકાઉન્ટમાંથી એક બાદ એક કોમેન્ટ કરી યુવતી પોતાના બચાવ માટે પક્ષ રાખવાના સતત પ્રયત્નો કર્યા હતાં.

યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઇ-મેઇલ આઇડી પર નામ શેર કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની જાતને યુવતી પોતે પ્રોફેશનલ એન્કર, મોડલ, એકટ્રેસ, ડબિંગ આર્ટિસ્ટ હોવાનું જણાવ્યું હતું. યુવતીએ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી પોતાનો બચાવ કરતા કહ્યું છે કે, 'હું કોઈ પૈસાવાળાની દીકરી નથી. માંડ માંડ કરી લાઇફ જીવું છું. કમાવવા વાળી એક જ છું. એમાં પણ આ બે વર્ષથી અમારા જેવા ઇવેન્ટવાળા પાસે તો કંઈ જ નથી.'

આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ ટેકિનકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે રાત્રિ કફર્યૂ દરમિયાન વીડિયો બનાવનાર યુવતીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન યુવતિએ બપોરે મિડીયા સમક્ષ હાજર થઇ કહ્યું હતું કે કર્ફયુમાં વિડીયો બનાવ્યો એ મારી ભુલ કહી શકાય. પણ મારો ઇરાદો કાયદાનો ભંગ કરવાનો જરાય નહોતો. બધા ઘર પાસે શેરીઓમાં બેઠા હોય છે, આટાફેરા કરતાં હોય છે અને મેં વિડીયો બનાવ્યો હતો. મેં માસ્ક પણ પહેરી રાખ્યું હતું. આ વિડીયો મારા ઘર પાસેનો જ છે. રોડ પર નથી બનાવ્યો. કાયદાનો ભંગ કરવાનો મારો ઇરાદો જરાય પણ નહોતો. મારી ભુલ એટલી કે મેં એ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી દીધો. છતાં ભુલ થઇ હોય તો હું માફી માંગુ છું. હું પોલીસ તંત્રને હમેંશા માન આપુ છું અને સહકાર આપવા તૈયાર છું.

(3:32 pm IST)
  • કાર્તિક આર્યનની ફિલ્મ OTT પર વેચાનારી સૌથી મોંઘી ફિલ્મ : વરૂણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પછાડી access_time 12:42 pm IST

  • દેશમાં કોરોનાનો વ્યાપ વિકરાળ થતો જાય છે : છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 2,16,669 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસીય વધારો છે અને આજે 1,173 નવા દુઃખદ મૃત્યુ દેશમાં નોંધાયા છે. access_time 12:02 am IST

  • ' ઉમર થાય એટલે મરવું પણ પડે ' : કોરોનાથી થતા મોત અંગે મધ્ય પ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલનું બેજવાબદાર વિધાન access_time 12:25 pm IST