Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાધે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા ગુરૂવારે સમૂહલગ્નઃ ૫ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં દિકરીઓને રોકડ સહિત ૭૦થી વધુ વસ્તુઓ અપાશે : સંતો- મહંતો આર્શીવચન પાઠવશે : સંસ્થા દ્વારા પ્રથમ વખત આયોજન

રાજકોટ, તા. ૧૫ : શ્રી રાધે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહલગ્નનું પ્રથમ વખત આયોજન તા.૧૮ને ગુરૂવારના સાંજે ૪ કલાકે કરવામાં આવેલ છે. લગ્ન ગીત તથા દાંડીયા રાસ કાર્યક્રમમાં લલીતાબેન ઘોડાદ્રા તથા કૌશિકભાઈ ભરવાડ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે પ.પૂ. મહામંડલેશ્વર ઘનશ્યામપુરીબાપુ, પ.પૂ. મહંત શ્રી મુનીબાપુ - શિવપુરીધામ - દ્વારકા - પ.પૂ. મહંત શ્રી કરશન ભગત - નાગલપર, પ.પૂ.શ્રી મુકેશ ભગત ભવાન ભગત - નકલંક મંદિર - કેરાળા પ.પૂ.શ્રી પરબત ભગત નકલંક મંદિર શોભલા પ.પૂ. શ્રી લક્ષ્મણગીરી - ગંગેશ્વર મહાદેવ પ.પૂ. લક્ષ્મણ ભગત - ચંદ્રપુર પ.પૂ. શ્રી ધનરાજગીરી મોઢુકા - પ.પૂ. શ્રી કનુ ભગત - રાણીમા રૂડીમાનો વિસામો પ.પૂ.શ્રી નાથા ભગત વસુંધરા પ.પૂ. શ્રી વિષ્ણુદાસ મરઘુમાનું મંદિર - વાંકાનેર પ.પૂ. શ્રી હિન્દુ ભગત - ઠાકર મંદિર વાંકાનેર વિ. સંતો- મહંતો આર્શીવચન પાઠવશે.આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી હિન્દુભાઈ મોમભાઈ ડાભી તથા કુંવરબેન હિન્દુભાઈ ડાભી ખાસ હાજરી આપશે. કરીયાવરમાં દિકરીઓને સોના - ચાંદીની, ઘર વખરીની ચીજ વસ્તુઓ સહિત આશરે ૭૦ જેટલી વસ્તુઓ આપવામાં આવશે. દરેક કન્યાને ૨૦ હજાર રોકડ આપવામાં આવશે.

આ પ્રસંગે ખીમજીભાઈ ટીડાભાઈ  મકવાણા, મોહનભાઈ કુંડારીયા- સસંદ સભ્ય, અરવિંદભાઈ રૈયાણી - ધારાસભ્ય, અનિલભાઈ કવાભાઈ રાઠોડ - કોર્પોરેટર, હરદેવસિંહ હેમુભા જાડેજા - ગોંડલ, ગેલાભાઈ હાંસલા, ભુપતભાઈ બાબુતર વી. એમ. રાજકોટ, દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, રવિબાપુ ગોંડલીયા (નેવી અધિકારી), કલ્પેશભાઈ પાબારી, હરદેવસિંહ ઝાલા, વગેરે ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી રાધે ક્રિષ્ના ફાઉન્ડેશનના શ્રી ગેલાભાઈ એચ. ડાભી (મો.૯૯૭૮૧ ૧૯૯૯૯) તથા ભુરાભાઈ એચ. ડાભી (મો.૯૮૨૫૬ ૦૭૫૯૩) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમૂહ લગ્નનું સ્થળ : કુવાડવા રોડ, માલીયાસણ ગામની સામે, ખેરડી રોડ, ડાભી ફાર્મ, તા. જી. રાજકોટ.

તસ્વીરમાં ગેલાભાઈ એચ. ડાભી, વિનુભાઈ પોપટ, કવાભાઈ એન. ગોલતર, કિરીટભાઈ લીંબડ, ભરતભાઈ બુદ્ધદેવ, હિંમતભાઈ શેઠીયા, કાળુભાઈ એચ. ફાંગલીયા, ભુરાભાઈ એચ. ડાભી, ચિરાગભાઈ વી. નસીત, ચંદુભાઈ એસ. ડાંગર, દાનાભાઈ જી. બાંભવા, નારાગભાઈ વી. ઠક્કર, સુરેશભાઈ એમ. સરૈયા, ભરતભાઈ જી. સાકરીયા અને હિમેન ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:25 pm IST)