Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકોટ શહેર-જિલ્લામાં ૧૮ લાખ ૯૫ હજાર મતદારોને ફોટાવાળી મતદાન સ્લીપ આપવાનું કલેકટર તંત્ર દ્વારા શરૂ

રવિવારે BLOને મતદાન સ્લીપ માટે મોકલી દેવાયાઃ ગુરૂવાર સુધીમાં વિતરણ શરૂ કરવા આદેશ : ડબલ બેલેટને કારણે પોરબંદરને ૬૭૩ યુનિટઃ મતગણત્રીમાં પહેલા પોસ્ટ બેલેટ ગણાશે..

રાજકોટ તા.૧૫: રાજકોટ શહેર જિલ્લામાં સંસદિય મતવિસ્તારમાં ૧૮ લાખ ૯૫ હજાર જેટલા મતદારોને કલેકટર તંત્ર દ્વારા મતદાન સ્લીપ આપવાનું ગઇકાલથી શરૂ કરી દેવાયાનું ચૂંટણી સૂત્રોએ ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ગઇકાલે રવિવારથી જ તમામ બીએલઓને વિતરણ કરવા કહી દેવાયું છે, અને ગુરૂવાર સુધીમાં વિતરણ પુરૂ કરી લેવા આદેશ કરાયો છે, કુલ ૨૦૮૦ જેટલા મતદાન મથકો માટે સ્લીપો અપાઇ રહી છે.

આ સાધનોએ ઉમેર્યું હતું કે પોરબંદર બેકઠમાં ડબલ બેલેટ હોય, ગોંડલ-જેતપુર-ધોરાજી માટે રાજકોટથી ૬૭૩ યુનિટ મોકલી દેવાયા છે.

રાજકોટ સંસદિય મતવિસ્તારમાં ૪૭૩ સર્વિસ વોટર્સ છે, તે તમામને મતદાન અંગે બેલેટ મોકલાયા છે, આજથી તા. ૧૭ સુધી જુદા જુદા વિધાનસભા વિસ્તારમાં તાલીમ અને ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓનું મતદાન થશે. મત ગણતરીમાં પહેલા સર્વિસ વોટર્સના મતો, બાદમાં પોસ્ટલ બેલેટના મતોની ગણત્રી થશે, અને બાદમાં ઇવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ કરાશે.

(3:43 pm IST)