Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભગવાન મહાવિર જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ બાલભવન ખાતે

કાલે રાત્રે ભકિતરસ ઘૂટાશે : જૈન વિઝન દ્વારા ''આવો રે આવો મહાવિર નામ લઇએ''

રાજકોટ, તા. ૧પ : શ્રમણ ભગવાન મહાવીર સ્વામિ જન્મ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે કાલે તા.૧૬ મીના મંગળવારે રાત્રે ૮ વાગે મહાવીરનગરી બાલભવન,કિશાનપરા ચોક સામેના ગેટે થી, રેસકોર્સ ખાતે જૈન વિઝન તથા જૈન અગ્રણીઓના સહયોગથી આવો રે આવો મહાવીર નામ લઈએલૃભકિત સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

કાર્યક્રમ માં પ્રભૂવીરના સ્તવનો સાથે રાસ ઉત્સવ રજૂ કરવામાં આવશે તેમજ કિશોરભાઇ સચદેવ દ્વારા સ્ટેજ ડેકોરેશન, દોશી ઇલેકટ્રીકનું ગ્રાઉંડ અને સ્ટેજ લાઇટિંગ ડેકોરેશન, તિરુપતિ સાઉન્ડ દ્વારા જે.બી.એલ.ની સાઉન્ડ સિસ્ટમ અને સુરેશભાઇ રાચ્છ દ્વારા મંડપ તથા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 

રાજકોટ ના તમામ જૈન ફિરકા ભગવાન મહાવીર સ્વામિના જન્મને ઉજવવા થનગની રહી છે ત્યારે ૨૪ માં  તીર્થકર પૈકીના ૨૪ના તીર્થંકર ભગવાન મહાવીર સ્વામિ જીન શાસન ચાલી રહું છે ત્યારે ભગવાન મહાવીર ના જન્મને વધાવવા ભકિત સંગીત સંધ્યા રાસ ઉત્સવ ની અંદર રાસ ઉત્સવની અંદર રાત્રે દ્યુંટાશે ભકિત નો રાસ જેમાં રજૂ છે ભગવાન મહાવીર ના ભકિત ગીતોની ઝલક એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તરણહારો,  એક દ્યડી પ્રભુ ઉર એકાંતે, તમે મન મૂકીને વરસ્યો,  અમી ભરેલી નજરું રાખો, જીણો રે જીણો ઊડે રે ગુલાલ જેવા સ્તવન-ગીતો રજૂ થશે.

     ઉપરોકત કાર્યક્રમનું જીવંત પ્રસારણ અનેક ચેનલોમાં અને ફેસબુક માં કરાસે, ભકિત સંગીત સંધ્યા કાર્યક્રમો જાણીતા સ્તવનકાર અંકુરશાહ, ભાસ્કર શુકલ, નીધિ ધોળકિયા તથા સાથીઓ પ્રભુવીરના સ્ત્વનો મધુર કંઠે રજૂ કરશે. કાર્યક્રમ નું સંચાલન ડાઙ્ખ. મેહુલ દવે કરશે.

ભકિત સંગીત કાર્યક્રમનું નિર્માણ અને નિર્દેશન જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી કરી રહ્યા છે. કાર્યક્રમ ના વિશેષ સહયોગ જૈન સમાજ ના અગ્રણી અને દાતાઆઙ્ખનો મળી રહ્યો છે. જેમાં ચંદ્રકાંતભાઈ શેઠ પરિવાર, ખારા પરિવાર, માતૃશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેલાણી પરિવાર, ભકિત સંગીત માં વિશેષ સહયોગ જય ગુરુદેવ શ્રી જયકાંતભાઈ વાધર હસ્તે અનિષભાઈ  વાધર તથા  ભાવિનભાઇ વાધર પરિવાર હિતેશભાઇ મહેતા પરિવાર સ્વ.પિયુષભાઈ જયંતિલાલ કામદાર, માતૃશ્રી અનસૂર્યાબેન છબીલદાસ શાહ, હસ્તે જયેશભાઇ શાહ સોનમ કલોક,  સુનિલભાઈ શાહ પરિવાર શ્રીમતી ભાવનાબેન હસમુખરાય શાહ હસ્તે દર્શનભાઈ શાહ, સહિતના નામી અનામી દાતા નો સહયોગ મળી રહયો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા ભરત દોશી, પ્રોજેકટ ચેરમેન જય ખારા, પ્રોજેકટ ડાયરેકટર જય કામદાર, ધીરેન ભરવાડા,બ્રિજેશ મહેતા, રજત સંદ્યવી, હિતેષ મહેતા, જેનીશ અજમેરા, વિભાષ શેઠ, અખિલ શાહ, કેતન દોશી, આશિષ ગાંધી, ધ્રુમિલ પારેખ, નૈમિષ પૂનાતર, વિપુલ મહેતા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.(૯.૧ર)

(3:39 pm IST)