Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સિવિલ હોસ્પીટલમાંથી પકડાયેલ બોગસ પત્રકારોના જમીન મંજુર

રાજકોટ તા ૧૫ :  બોગસ પત્રકાર બની સીવીલ હોસ્પીટલમાં ફોટા પાડનાર ઇસમોને જામીન ઉપર છોડવાનો કોર્ટે  હુકમ કર્યો.

રાજકોટ સીવીલ હોસ્પીટલમાંરોહીત મનહરલાલ રાણપરા  તથા અન્ય ચાર શખ્સો તથા બે સ્ત્રીઓ સાથે મળી પ્રેસના નામના ઓળખ કાર્ડ ધારણ કરી, સીવીલ હોસ્પીટલના સીકયુરીટી ગાર્ડને પ્રેસના ઓળખ કાર્ડ બતાવી વોર્ડમાં પ્રવેશ કરી દર્દીઓના મોબાઇલમાં ફોટા પાડેલ, જે સબંધે સીવીલ હોસ્પીટલના સીકયુરીટી એજન્સીના અધિકારીને જાણ કરતા તેઓ ત્યાં સીવીલ હોસ્પીટલે આવી જતા અને  અન્ય પત્રકારો પાસે બોગસ પત્રકાર ની ખરાઇ કરાવતા તે  બધા ખોટા પત્રકાર હોવાનું જણાયેલ.

સીવીલ હોસ્પીટલના સીકયુરીટી એજન્સીના અધિકારીએ આ  છ એ વ્યકિતઓ સામે   IPC  કલમ ૪૬૫,૪૬૮,૪૬૯,૪૭૧, ૧૨ બી, ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ, જેથી તમામ આરોપીઓની ધરપકડ થયેલ અને આરોપીઓ જેલ હવાલે હતા તે દરમ્યાન રાજકોટ સેશન્સ કોર્ટમાં રોહીત મનહરલાલ રાણપરાએ રેગ્યુલર જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા એડી.સેશન્સ જજે આરોપીઓને રૂા ૨૫૦૦૦/- (પચીસ હજાર) ના જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં અરજદાર તરફ ેએડવોકેટ વીનુભાઇ વાઢેર , વિજય ભલસોડ, શૈૈલેષ પંડીત રોકાયેલ હતા.

(3:37 pm IST)