Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાજકોટમાં મુખ્યમંત્રીને કુમકુમ તિલક કરતી બાળાના દીવાની જાળે વાળ સળગ્યા :જવાને સતર્કતાથી ઠાર્યા

ચાંદલો કરવા આવેલી બાળાની પાછળ ઉભેલી બાળાની થાળીના દીવાની જાળ વાળને સ્પર્શી જતા વાળ બળ્યા

રાજકોટ ;રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે તેના હોમટાઉન રાજકોટમાં છે જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયા છે  ત્યારે કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસના ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કુમકુમ તિલક કરવા આવેલી બાળાના વાળ થાળીમાં રહેલા દીવાની જાળે સ્પર્શતા સળગી ઉઠ્યા હતા. જો કે, બાજુમાં રહેલા પોલીસ જવાને સીએમની હાજરીમાં બાળાના વાળ વધુ બળે તે પહેલા ઠાર્યા.હતા
બાળા ચાંદલો કરી પરત ફરી રહી હતી ત્યારે પાછળ ઉભેલી બાળાની થાળીમાં રહેલા દીવાની જાળ તેના વાળ સાથે સ્પર્શી જતા થોડાક વાળ બળ્યા હતા. પરંતુ પોલીસ જવાનની સતર્કતાથી વાળ ઠાર્યા હતા.

(8:29 pm IST)