Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ભાયાસરમાં બળદે ઢીંક મારતાં જસમતભાઇ જાંબુકીયાનું મોત

રાજકોટઃ સરધાર નજીકના ભાયાસર ગામમાં રહેતાં જસમતભાઇ પોપટભાઇ જાંબુકીયા (ઉ.૫૨) પોતાની વાડીએ હતાં ત્યારે બળદને ચારો નાંખવા જતાં બળદે ઢીંક મારી દેતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:36 am IST)
  • દેશભરમાં આંબેડકર જયંતિને લઇને ઘણા આયોજન કરવામાં આવ્યા હતા. તો બિહારમાં પણ આંબેડકર જયંતિનું ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના પ્રસંગે મુખ્યમંત્રી નિતીશ કુમારે જણાવ્યું હતું કે, આરક્ષણ ક્યારેય હટશે નહી. ધરતી પર એવી કોઇ શક્તિ નથી જે આરક્ષણ હટાવી શકે.’ access_time 12:41 am IST

  • સંયુક્ત રાષ્ટ્ર પરિષદ એક શંકાસ્પદ કેમિકલ હથિયારના હુમલાના જવાબમાં સિરીયા પર અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન દ્વારા હવાઈ હુમલાની ચર્ચા માટે રશિયાના આગ્રહ પર શનિવારે બેઠક કરશે, આ બેઠક ભારતીય સમય અનુસાર રાત્રે 8:30થી શરૂ થઈ હતી. આ બેઠકમાં રશિયા દ્વારા રજુ થયેલ ઠરાવ પસાર થઈ શક્યો નથી જેમાં રશિયાએ હાલમાં સીરિયા પર થયેલ અકેરિકા - ફ્રાંસ અને બ્રિટન દ્વારા સંયુક્ત હુમલા ને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને યુ.એન. ચાર્ટર દ્વારા સીરિયન અરબ રિપબ્લિક સામે આક્રમણ ગણાવાયું હતું. માત્ર રશિયા, ચાઇના અને બોલિવિયાએ આ ઠરાવની તરફેણમાં મત આપ્યો, જ્યારે આઠ દેશોએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. access_time 2:00 am IST

  • વિશ્વહિન્દુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પ્રવીણ તોગડીયા ચૂંટણીમાં હારી જતા રાજકોટમાં તેમના સમર્થકો નારાજ થયા છે. રાજકોટમાં તોગડીયાના અમુક સમાર્થકોએ નારાજ થઇ રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટ મહાનગર પૂર્વવિભાગના પ્રમુખ જેન્તીભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે. પ્રવીણ તોગડીયા વિના વીએચપીમાં કામ કરવું મુશ્કેલ છે તેવુ જયંતીભાઈ પટેલનું કહેવું છે. તમને જણાવી દઇએ કે, જયંતીભાઈ છેલ્લા 25 વર્ષ થી વીએચપી સાથે જોડાયેલા છે. ત્યાં જ અમદાવાદમાં ચુંટણી પરિણામ બાદ VHP કાર્યકરો નારાજ થઇ ગયા હતાં અને મોટી સંખ્યામાં કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. access_time 12:42 am IST