Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

આજીડેમમાંથી પ્રેમિકાની લાશ શનિવારે સાંજે મળ્યા બાદ પ્રેમીની લાશ રવિવારે સવારે મળી

મયુરનગરની છાંયા ચોૈહાણ અને ચુનારાવાડનો સાગર બારૈયા ગઇકાલે ન્હાવા જતાં ડુબી ગયા હતાં: કોળી પરિવારોમાં કલ્પાંત

રાજકોટઃ ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ મયુરનગરમાં રહેતાી છાંયા વલ્લભભાઇ ચોૈહાણ (ઉ.૧૮) અને ચુનારાવાડમાંરહેતો સાગર નરસીભાઇ બારૈયા (ઉ.૨૦) ગઇકાલે શનિવારે સાંજે માંડા ડુંગર પાસે આજીડેમમાં ડુબી ગયાની જાણ થતાં બંનેના પરિવારજનો હતપ્રભ થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ થતાં શોધખોળ બાદ સાંજે છાંયાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બીજી તરફ સાગરને શોધવા મોડી રાત સુધી મથામણ થઇ હતી. પણ તે મળ્યો નહોતો. દરમિયાન આજે રવિવારે સવારે તેની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કોળી પરિવારના આ બંને યુવક-યુવતિને છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંનેના પરિવારજનો પણ વાકેફ હતાં. આ કારણે સાગર અને છાંયા એકબીજાની ઘરે પણ આવતાં જતાં હતાં. છાયા ચાર બહેનમાં બીજી હતી અને કેટરીંગના કામમાં માતા સાથે જતી હતી. તેના પિતા હયાત નથી.  શનિવારે બપોર બાદ સાગર અને છાંયા આજીડેમે ફરવા જવાનું કહીને નીકળ્યા બાદ તે ડૂબી ગયાની પરિવારજનોને જાણ થઇ હતી. બંને ન્હાવા જતાં ડુબી ગયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. આજે સવારે સાગરની પણ લાશ મળતાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:36 am IST)