Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વેરા શાખાની કડક ઉઘરાણીઃ ૬૩ બાકીદારોની મિલ્કતો સીલ

સ્વામીનારાયણ પાર્ક, ગુજ.હા.બોર્ડ, આશોપાલવ બંગ્લોઝ, તીરૂપતી પેલેસ, અંબિકા કોમ્પલેક્ષ, કુંભ કોમ્પલેક્ષ, કેનાલ રોડ સહિતનાં વિસ્તારોમાં વેરા વસુલાત ઝુંબેશઃ આજે ૬૫ લાખની આવક

રાજકોટ તા.૧૫: મ્યુ.કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત એવી વેરાશાખાને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯નો રૂ. ૨૨૫ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે બાકી વેરો વસુલવા દરરોજ ઉપરોકત ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં સીલીંગ, નળ કપાત, મિલ્કત જપ્તીની નોટીસ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વેરા શાખા દ્વારા સેન્ટ્રલ, વેસ્ટ તથા ઇસ્ટ ઝોન સહિતનાં વિસ્તારો માંથી ૬૩ મિલ્કત સીલ તથા ૨ નળ કનેકશન કરવામાં આવ્યા હતા. આજે ત્રણેય ઝોનમાં રૂ.૬૫ લાખની વસુલાત થવા પામી હતી.                  

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ની બાકી મિલ્કત વેરા વસુલાત ઝુંબેશમાં કેનાલ રોડ,  પર આવેલ જય રાજશ્રી કોમ્પ્લેક્ષ, શ્રીનાથજી કોમ્પ્લેક્ષ, યશ કોમ્પ્લેક્ષ માં ૧  યુનિટને ,યોગેશ કોમ્પ્લેક્ષ તથા સમ્રાટ એરીયામાં ૫- યુનિટપ ઉમાકાંત ઉદ્યોગનગર વિસ્તારમાં ૧ સહિત કુલ આજ રોજ -૨૮ મિલકતોને સીલ મારેલ તથા  રૂા૧૬.૧૦ની વસુલાત થવા પામી હતી. 

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર ધૈર્યભાઇ જોષી, આરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, ફાલ્ગુનીબેન કલ્યાણી, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટરશ્રી કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા, જયેશભાઇ પંડ્યા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા મહાવીર નગર, સિલ્વર પાર્ક , રૈયા ચોક પાસે આવેલ અંબીકા કોમર્શિયલ કોમ્પલેકસમાં , આશોપાલવ પાર્ક પાસે આવેલ કુંભ કોમ્પલેકસ, સત્ય સાંઇ રોડ,  આર્નિશ ગ્રાન્ડ , શકિતનગર, નિલ્સ ગ્રીન એવન્યુ, દ્યનશ્યામ નગર, ,આકાશવાણી ચોક પાસે આવેલ ગુજ. હા. બોર્ડના , ઉદય નગર-૧ વિસ્તાર,  લાભદીપ સોસા., સ્વામી નારાયણ પાર્ક, કૈલાષપાર્ક સહિતનાં વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન આજે કુલ ૩૫ મિલ્કતોને સીલ મારવામાં આવેલ તથા  ૨ મકાનના નળ-કનેકશન કપાત કરવામાં આવેલ છે તેમજ અન્ય મિલ્કતોમાંથી આજ રોજ કુલ રકમ રૂ. ૨૦.૯૧ લાખની વસુલાત કરવામાં આવેલ છે.

આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડ નાં આસી. મેનેજરશ્રીઓની સુચનથી ટેકસ ઇન્સપેકટર ગિરિશભાઇ બુધ્ધ્દેવ, વશરામભાઇ કણઝરિયા, હિતેષ મહેતા, વી. આર. પરમાર, નિલરત્ન પંડ્યા, જે.બી.પાતળિયા તેમજ રિકવરી કલાર્ક  દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા, ભરત વાંક, તુષાર સોલંકી અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી.   

પુર્વ ઝોન

ઈસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા કુવાડવા રોડ, લાતી પ્લોટ, મણીનગર, ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડનગર, કુવાડવા રોડ, પેડક રોડ, માંડા ડુંગર , સંત કબીર રોડ, મીરા, રામનગર, સંસ્કાર , કોઠારીયા મઇન રોડ, નીલકંઠ  નગર , રીધ્ધી સિધ્ધી , બાલાજી, આરતી, ઢેબર રોડ સહિતનાં વિસ્તારમાં આવેલ કુલ ૮૧ મિલ્કતોને સીલીંગ કરતા  રૂ. ૨૭.૭૭ની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર(પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રી ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, બી.આઇ.ભટ્ટ્ અને એચ. કે. કાપડીયા વિ. દ્વારા આસી. કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(3:55 pm IST)