Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

મવડી સર્વેનં. ૯૦/૧ તથા ૧૦૫માં ગામ દફતરે નોંધ કરવા-સિવીલ કોર્ટનો કાયમી મનાઇ હુકમની નોંધ કરવા કલેકટરને વિસ્તૃત પત્રઃ રજૂઆત

રાજકોટ તા.૧૫: તીરૂપતિ સોસાયટી મેઇન રોડ-પર રહેતા ગુણવંતીબેન રાઠોડે કલેકટરને પત્ર પાઠવી રાજકોટ ગામ મોવડી સર્વે નં. ૯૦/૧ તથા ૧૦૫માં અગ્રસચિવ શ્રી  મહેસુલ વિભાગ (વિવાદ) અમદાવાદ દ્વારા તા. ૧૫-૧૧-૨૦૧૬ના હુકમની ગામ દફતરે નોંધ કરવા તથા હુકમ મુજબ કલેકટર રાજકોટના હુકમ બાદ રેવન્યુ રેકોર્ડમાં પાડવામાં આવેલ દરેક નોંધ રદ કરવા તથા સિવીલકોર્ટે તા. ૧૧-૯-૨૦૦૯ના રોજ આ જમીન બાબતે ચાલતા દાવાના આંક પ મુજબ કાયમી મનાય હુકમની નોંધ કરવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યું છે કે રાજકોટ ગામ મવડી સર્વે નં. ૯૦/૧ તથા ૧૦૫માં પૈકીના પ્લાન-૩૮૯૬ તાથ ૨૭-૧૨-૯૯થી મંજુર થયેલ છે. તેમાં સર્વે નં. ૯૦/૧ માં પ્લોટ નં. ૮૪ જમીન ચો.વા.આ. ૨૨૫-૬૯ ચો.મીટર ૧૮૮-૫૫ વેચાણ દસ્તાવેજ અમો લોકોએ ૨૯-૦૪-૨૦૦૦માં ગુણવંતીબેન ગોરધન રાઠોડના નામથી રજીસ્ટર દસ્તાવેજ નં. ૨૧૦૪થી પૂજા ડેવલોપર્સ પાસેથી ખરીદ કરેલ છે. ત્યારથી પ્લોટનો કબ્જો ભોગવટો અમારી પાસે છે.

ત્યારબાદ પૂજા ડેવલોપર્સ તથા શીતલ પ્રિમાઇસિસ વચ્ચે જમીન માલિકોનો વિવાદ ઉભો થતા સિવીલ કોર્ટ રાજકોટમાં આ જમીન માલિકી બાબતે દાવો ચાલતો હોય તથા સિવીલ કોર્ટે તા. ૧૧-૯-૨૦૦૯ના રોજ આમાં રેવન્યુ રેકોર્ડમાં પાડવામાં આવેલી દરેક નોંધો રદ કરી આ હુકમની નોંધ કરવા તથા નામદાર સિવીલકોર્ટ રાજકોટના હુકમની આપણા દફતરે નોંધ થાય અને કોર્ટનું માન જળવાય તથા ઉપરોકત હુકમોનું પાલન થાય તે રીતે ન્યાયના હિતમાં ત્વરિત જરૂરી દરેક પગલાં લેવાય તેવી આપને નમ્ર અજર છે.

(3:54 pm IST)