Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

બજરંગદળ દ્વારા કોઠારીયા રોડ અને કોઠારીયાનાકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ

બજરંગદળ દ્વારા તા. ૧૬ અને તા.૧૭ના દિવસે યોજાનાર નિઃશૂલ્ક સર્વ રોગનિદાન કેમ્પ નિમીતે સંસ્થાના આયોજક અગ્રગણીઓએ અકિલા કાર્યાલયની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા ૧૫ : બજરંગદળ દ્વારા સમગ્ર ભારત દેશમાં તા. ૧૦ માર્ચ થી ૧૭ માર્ચ સુધી સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા સસમગ્ર ભારત દેશમાં યુવાનો દ્વારા સેવા કાર્ય કરી આ સેવા સપ્તાહ ઉજવવામાં આવી રહયો છે.જેમાં યુવાનો દ્વારા મીદર સફાઇ, મેડીકલ કેમ્પ, જેવા વિવિધ સેવાકીય કાર્ય કરી બજરંગદળ દ્વારા સેવા સપ્તાહ ઉજવવામાં આવી રહયો છે.

બજરંગદળ મહાનગર દ્વારા આગામી તા ૧૬ માર્ચ ને શનિવારે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ સુધી વોર્ડ નં.૧૬માં મણીધર મહાદેવ મંદિર, મણીનગર સોસાયટી શેરી નં.૨, હુડકો ફાયરબ્રીગેડ પાછળ, કોઠારીયામેઇન રોડ ખાતે સર્વ જનતા માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાંમુખ્ય દંત ચિકિત્સક તરીકે ડો. જયસુખભાઇ મકવાણા, ડો. સંજયભાઇ અગ્રાવત, ડો. મોનીકાબેન ભટ્ટ તથા સ્ત્રી રોગ માટે ડો. નિલાબેન જાની તથા આયુર્વેદીક ટ્રીટમેન્ટ માટે ડો. શીતલબેન જોષી, ડો. મનીષાબેન સભાયા, ડો.ક્રિષ્નાબેન સવસાણી, ડો. જીતેશભાઇ પાદરીયા, તથા એકયુપ્રેશર માટે ડો. જાગૃતીબેન ચોૈહાણ, સેવા આપશે. તેમજ દરેક વ્યકિતને સ્વાઇનફલુની દવા નિઃશુલ્ક આપવામાં આવશે.

તેમજતા.૧૭ માર્ચ ને રવિવારે સવારે ૧૦.૦૦ થી ૦૧.૦૦ સુધી વોર્ડ નં.૭ કિશોરસિંહજી હાઇસ્કુલ, મામા સાહેબની સામે, કોઠારીયાનાકા ખાતેે સર્વ જનતા માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં  ડો. જયસુખભાઇ મકવાણા, ડો. સંજયભાઇ અગ્રાવત, ડો. મોનીકાબેન ભટ્ટ તથા ડો. નિલાબેન જાની તથા આયુર્વેદીક ટ્રીટમેન્ટ માટે ડો. માનષિબેન સભાયા, ડો.દેવાંગીબેન લશ્કરી, ડો. કાજલબેન અહેમદા,ડોે જીતેશભાઇ પાદરીયા તથા એકયુપ્રેશર માટે ડો. જાગૃતીબેન ચોૈહાણ,  માનદ સેવા આપશે  જનતાને નિઃશુલ્ક નિદાન કરી આપશે તેમજ દરેક વ્યકિતઓને સ્વાઇનફલુની દવા નિઃશુલ્ક આપવામાં આવશે.

ગોંડલ રોડ, આગમન સીટી ખાતે મેડીકલ કેમ્પ યોજાય ગયેલ જેમાં ૩૦૦ થી વધુ લોકો સહભાગી થયેલ. આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા સહયોગી સંસ્થા તરીકે હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતી તથા બી.જી. ગરૈયા કોલેજનો સહયોગ મળીરહેલ છે. કેમ્પને સફળ બનાવવા વિ.હિ.પ. ના હરીભાઇ ડોડીયા, શાંતુભાઇ રૂપારેલીયા,  હસુભાઇ ચંદારાણા, હરેશભાઇ ચોૈહાણ, કૃણાલભાઇ વ્યાસ, નિતેશભાઇ કથીરીયા, વિનુભાઇ ટીલાવત, રામભાઇશાંખલા, રાહુલભાઇ જાની, વનરાજભાઇ ચાવઢડા, હર્ષદભાઇ સરવૈયા, સુશીલભાઇ પાંભર,કલ્પેશભાઇ મહેતા, ધનરાજભાઇ રાઘાણી, મહાવીરસિંહ જાડેજા, મનોજભાઇ કદમ, બ્રિજેશભાઇ લોઢીયા કિશોરભાઇ તન્ના, અમિતભાઇ કોટક, વિનોદભાઇ દુર્ગયાણી, કિશોરભાઇ માંડલીક, ધર્મેશભાઇ લીંબાસીયા,પરેશભાઇ લીંબાસીયા, રમેશભાઇ લીંબાસીયા, કિશોરભાઇ કાકડીયા, અશ્વિનભાઇ વ્યાસ, અલ્પેશભાઇ મોરાણીયા, હર્ષભાઇ વ્યાસ, મનીષભાઇ મિયાત્રા, સતિષભાઇ જીંજરીયા, પંંકજભાઇ બકુતરા, ઉપરાંતઙ્ગઉદયભાઇ ખાટરીયા, સુભાષભાઇ જડુ, અજયભાઇ આહિર, નરેન્દ્રભાઇ ડોબરીયા, ચંદ્રસિંહ ડોડીયા, અનિલભાઇ કમાણી, અંકિતભાઇ વેકરીયા, વિરલભાઇ વડગામા, હાર્દિકભાઇ વાઘેલા, રશ્મીભાઇ પંચાસરા, દિપકભાઇ ગમઢા, હેમલભાઇ ગોહેલ, હિતેશભાઇ રાઠોડ, હિનેશભાઇ મકવાણા, દિનેશભાઇ પારવાણી, હિરેનભાઇ ચેલાણી, અલ્પેશભાઇ નાંઢા, વિશાલભાઇ નાંઢા, હર્ષભાઇ મુથરેચા, હિતેશભાઇ ચુડાસમા, સત્યેન્દ્રસિંહ ચુડાસમા,  દિનેશભાઇ ચોૈહાણ વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.તેમજ આ સર્વ રોગ નિદાન કેમ્પમાં સમગ્ર જાહેર જનતાનેલાભ લેવા વિ.હિ.પ. બજરંગદળના હોદેદારો  દ્વારાઅપીલ કરવામાં આવે છે.

કાર્યક્રમના અનુસંધાને વિ.હિ.પ. બજરંગદળના અગ્રણી ધનરાજભાઇ રાઘાણી, વનરાજભાઇ ચાવડા, મહાવીરસિંહ જાડેજા, મનોજભાઇ કદમ, હેમલભાઇ ગોહેલ, હિનેશભાઇ મકવાણા, બ્રિજેશભાઇ લોઢીયા, વિશાલભાઇ નાંઢા,પંકજભાઇબકુતરા, સુભાષભાઇ જડુ, અજયભાઇ બકુતરા વિગેરે અકીલાની મુલાકાતે આવેલ હતા.

(3:53 pm IST)
  • ગીતા પટેલને ધાંગ્રધા બેઠક ઉપરથી લડાવોઃ હાર્દિકની કોંગ્રેસ સમક્ષ માંગ : ગીતા પટેલ છે હાર્દિકના સાથી : હાર્દિક પટેલે ગીતા પટેલ માટે કરી ટીકીટની માંગણીઃ ગીતા પટેલ માટે ધાંગ્રધા બેઠક પરથી ટિકીટની માગ access_time 3:57 pm IST

  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST

  • સુપ્રિમ કોર્ટનો ચુકાદો શ્રીસંત પર BCCIનો પ્રતિબંધ રહેશે યથાવતઃ ક્રિકેટર શ્રીસંતની અરજી મુદ્દે સુપ્રિમનો ચુકાદો : શ્રીસંતને ક્રિકેટ રમવા પરનો આજીવન પ્રતિબંધ સુપ્રિમે હટાવ્યો : બીસીસીઆઈને શ્રીસંતનો પક્ષ સાંભળવા સુપ્રિમનો આદેશઃ શ્રીસંત પર બીસીસીઆઈનો પ્રતિબંધ રહેશે યથાવત access_time 11:28 am IST