Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સ્ટેટ બેન્ક ઓફ ફેડરેશનની અમદાવાદમાં જનરલ મીટીંગ

અલગ અલગ પ્રાંતના કર્મચારીઓ દ્વારા બેનર સુત્રોચ્ચાર સાથે જોરદાર પ્રોસેશન

રાજકોટ : અખિલ ભારતીય બીન રાજકીય સંગઠન ઓલ ઇન્ડિીયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશનની ત્રિવાર્ષિક જનરલ બોડી મીટીંગ અમદાવાદ ખાતે મળી હતી. અભૂતપૂર્વ ઉત્સાહ સાથે સુત્રોચ્ચાર અને સંગીતની સુરાવલીઓ વચ્ચે સીંગાપુરથી ઉપસ્થિત રહેલ યુની એપ્રો.ના ક્રિસ્ટોફર એનજી, મુંબઇથી આવેલ સ્ટેટ બેંકના ચીફ જનરલ મેનેજર કે. ટી. અજીત, અમદાવાદના સી.જી.એમ. દુઃખબંધુ રથ, એનસીબીઇના પ્રેસીડેન્ટ કોમરેડ એમ.સી. બાલાજી, ઓલ ઇન્ડિયા ઓફીસર એસોસીએશનના કોમરેડ રામકુમાર સભાપતિની ઉપસ્થિતીમાં ભારતવર્ષમાંથી પધારેલ પ્રતિનિધિઓથી ખચાખચ ભરાયેલ હોલમાં સ્ટેટ બેંકના ડે.મેનેજીંગ ડીરેકટર પ્રશાંતકુમાર સહીતના મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરાયુ હતુ. વિવિધ રાજયના નૃત્ય ગરબા રજુ થયેલ. ત્રિવાર્ષિક જનરલ બોડી મીટીંગના સ્વાગત સમિતિના ચેરમેન અજય બદાનીએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યા બાદ ફેડરેશનના જનરલ સેક્રેટરી સંજીવકુમાર બંદલીશજી, પ્રેસીડેન્ટ વી. વી. એમ. આર. શર્મા તેમજ પ્રશાંતકુમારે પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. કર્મચારીઓએ હાથમાં પ્લે કાર્ડ, બેનર લઇ સુત્રોચ્ચાર કરેલ. પ્રોસેશનબાદ ફેડરેશનના ધ્વજનું ધ્વજારોહણ કરાયુ હતુ. અંતમાં અભારવિધિ યુનિયનના પ્રેસીડેન્ટ કારાભાઇ મિયાણીએ કરી હતી. સંચાલન શ્રીમતી પ્રીતી નાયરે સંભાળેલ.

(3:48 pm IST)